Home /News /entertainment /લગ્ન બાદ સોનમ કપૂરનો ભાંગડા ડાંસ આવ્યો સામે, 'વીરે દે વેડિંગ'નું બીજું સોંગ રિલીઝ

લગ્ન બાદ સોનમ કપૂરનો ભાંગડા ડાંસ આવ્યો સામે, 'વીરે દે વેડિંગ'નું બીજું સોંગ રિલીઝ

    રિયલ લાઈફમાં સોનમના લગ્ન અને રિસેપ્શન બાદ રીલ લાઈફમાં તેમની 'વીરે દી વેડિંગ'ના લગ્નનું જશ્ન સામે આવ્યું છે. હાલમાં જ 'વીરે દી વેડિંગ'નું બીજું સોંગ રિલીઝ થયું છે. ટાઈટલ છે 'ભાંગડા તા સજદા'. આ સોંગમાં સોનમ કપૂર, કરીના કપૂર, સ્વરા ભાસ્કર અને શિખા તસ્સાનિયા ટ્રેડીશનલ લૂકમાં ધમાકેદાર ડાંસ કરતા જોવા મળી રહ્યાં છે. આ ચારેય સિવાય મહત્વની ભૂમિકા નિભાવી રહેલા મેલ કો-સ્ટાર પણ ખુબ નાચતા ગાતા જોવા મળી રહ્યાં છે. આ સોંગને નેહા કક્કડ, સૂર્યા રંગનાથન અને શ્વેતા સચદેતાએ ગાયું છે. જ્યારે સોંગ લખ્યું છે ગૌરવ સોલંકીએ.
    " isDesktop="true" id="762760" >
    આ પહેલા વીરે દી વેડિંગનું સોંગ તારીફા રિલીઝ થઈ ચૂક્યું છે. જે સોંગને લોકોએ ખુબ પસંદ કર્યું હતું. આ ફિલ્મ 1 જૂનના રિલીઝ થશે. હાલમાં જ સોનમ કપૂરના લગ્નમાં ફિલ્મમા તેની સાથે મહત્વની ભૂમિકા નિભાવી રહેલી કરીના અને સ્વેતાએ ખુબ મસ્તી કરી હતી. જેના વીડિયોઝ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થયા હતા.
    Published by:Nisha Kachhadiya
    First published:

    Tags: Kareena kapoor, Sonam kapoor, Swara bhaskar

    विज्ञापन
    विज्ञापन