Home /News /entertainment /

જેલમાં મચ્છરોએ ન સૂવા દીધો સલમાનને, આવી રીતે વિતી બીજી રાત

જેલમાં મચ્છરોએ ન સૂવા દીધો સલમાનને, આવી રીતે વિતી બીજી રાત

    જોધપુરના 20 વર્ષ જૂના કાળિયાર શિકારના કેસમાં સલમાન ખાનની મુશ્કેલીઓ વધી રહી છે. આ કેસમાં તેને પાંચ વર્ષની સજા થઇ છે. જોધપુર જેલમાં બંધ સલમનની બીજી રાત પણ બેચેનીમાં જ વીતી. તે મોટાભાગનો સમય તો ચૂપચાપ જ બેસી રહ્યો. રાતે સલમાને ગાર્ડસ સાથે વાતો કરી. ફિલ્મી કિસ્સા પણ સંભળાવ્યાં. તેમણે મજાક મજાકમાં કહ્યું કે સૈફ અને બીજા સ્ટાર્સ તેમને ફસાવીને જતા રહ્યાં.

    સલમાનને શુક્રવારે નાસ્તો ન કર્યો. પરંતુ બપોરે રોટલી, ચણાની દાળ અને કોબીચનું શાક જમ્યો. લંચ પછી સલમાન ઓખો દિવસ પોતાના બેરેકમાં સૂતો જ રહ્યો.

    સાંજે જાગ્યા પછી તેણે બે કલાક કસરત કરી અને પછી ચા પીધી. રાતે ડિનરમાં રોટલી, ચણાની દાલ અને દૂધીનું શાક બનાવ્યું હતું. પરંતુ સલમાને જેલનું ખાવાનું ન ખાધું. બપોરે તેમની બહેનો અર્પિતા અને અલવીરા ખાવાનું લઇને આવી હતી. જણાવા મળી રહ્યું છે કે સલમાન તે જ જમ્યો. પરંતુ બીજી તરફ પ્રસાશનનો દાવો છે કે બોલિવૂડ એક્ટરે જેલનું જ ખાવાનું ખાધું.

    ગાર્ડસે તેને લગ્નનો સવાલ કર્યો ત્યારે કહ્યું કે પહેલા બાળક પછી લગ્ન. આ દરમિયાન જ્યારે તેને ખબર પડી કે તેના કેસની સુનાવણી કરનારા જજની ટ્રાન્સફર થઇ ગઇ છે ત્યારે તે ઉદાસ થઇ ગયો. આખા બેરેકમાં થોડા ચક્કર માર્યા અને રાતે લગભગ 11 વાગે સૂવાનો પ્રયત્ન કરી રહ્યો હતો પરંતુ તેમાં પણ તે મચ્છરોથી પરેશાન હતો.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Black Buck Poaching Case, Jodhpur central jail, Salman khan jail

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन