Home /News /entertainment /Last Film Show: ગુજરાતી ફિલ્મ છેલ્લો શોની સ્ક્રિપ્ટ ઓસ્કાર લાયબ્રેરીમાં સમાવાશે, દુનિયાભરના લોકો તેના પર અભ્યાસ કરી શકશે

Last Film Show: ગુજરાતી ફિલ્મ છેલ્લો શોની સ્ક્રિપ્ટ ઓસ્કાર લાયબ્રેરીમાં સમાવાશે, દુનિયાભરના લોકો તેના પર અભ્યાસ કરી શકશે

ગુજરાતી ફિલ્મ છેલ્લો શોની સ્ક્રિપ્ટ ઓસ્કાર લાયબ્રેરીમાં સમાવાશે

Last Film Show Script: ગુજરાતી ફિલ્મ છેલ્લો શો માટે તથા ભારત માટે વધુ એક ગર્વની વાત બની છે. આ વખતે ફિલ્મ છેલ્લો શોની સ્ક્રિપ્ટને ઓસ્કાર લાયબ્રેરીની કોર કલેક્શનનો ભાગ બનવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ અંગે પાન નલિને ખુશીની લાગણી વ્યક્ત કરી છે.

વધુ જુઓ ...
  • News18 Gujarati
  • Last Updated :
  • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
    અમદાવાદઃ ગુજરાતી ફિલ્મ છેલ્લો શો (Last Film Show)ને વધુ એક ખ્યાતિ પ્રાપ્ત થઈ છે. છેલ્લો શોની સ્ક્રિપ્ટને ઓસ્કાર લાયબ્રેરીની કોર કલેક્શનનો ભાગ બનવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. ગુજરાતીઓ અને દેશવાસીઓ માટે ગર્વની વાત છે કે, એકેડમી ઓફ મોશન પિક્ચર આર્ટ્સ એન્ડ સાયન્સની લાયબ્રેરીએ મોનસૂન ફિલ્મ્સ જે છેલ્લો શોના નિર્માતામાંથી એક છે અને જુગાડ મોશન પિક્ચર્સ તથા રોય કપૂરને જણાવાયું છે કે કોર કલેક્શ માટે છેલ્લો શો ફિલ્મની સ્ક્રિપ્ટની કોપી મેળવવામાં રસ ધરાવે છે.

    ઓસ્કાર એકેડેમીની માર્ગરેટ હેરિક લાઇબ્રેરી વિશ્વ-પ્રસિદ્ધ, બિન-પ્રસારિત સંદર્ભ અને સંશોધનનો સંગ્રહ છે જે એક કલા રૂપે અને ઉદ્યોગ તરીકે મોશન પિક્ચરના ઇતિહાસ અને વિકાસને સમર્પિત છે. 1928માં સ્થપાયેલી અને હવે બેવર્લી હિલ્સ, હોલીવુડમાં રહેલી આ લાઇબ્રરી જાહેર જનતા માટે ખુલ્લી છે. જેનો ફિલ્મ રસિકો, વિદ્યાર્થીઓ, વિદ્વાનો, ઇતિહાસકારો અને ઉદ્યોગ વ્યાવસાયિકો દ્વારા ઉપયોગમાં લેવામાં આવે છે.

    આ પણ વાંચોઃ ઉત્તરાયણમાં જલસો પડી જાય તેવો પવન રહેશે, આ વાત રસિયાઓને ખૂંચશે

    આ આમંત્રણ મળતા ફિલ્મના ડિરેક્ટર પાન નલિને આનંદની લાગણી વ્યક્ત કરીને જણાવ્યું છે કે, "હું હંમેશા જે કરું છું તે લોકો સાથે શેર કરવામાં વિશ્વાસ રાખું છું, કારણ કે સિનેમા અને ફિલ્મ નિર્માણ પ્રત્યેના મારા પ્રેમ સિવાય મારી પાસે આપવા માટે બીજું કંઈ નથી. મેં પણ આ અદ્ભુત ઓસ્કાર લાઇબ્રેરીની મુલાકાત લીધી છે અને તેનો આનંદ માણ્યો છે જ્યાં માસ્ટરવર્કને તેના કોર કલેક્શનમાં સંગ્રહ કરવામાં આવે છે. હું બહુ જ ઉત્સુક છું અને ખુશ છું કે હવે લાસ્ટ એક્શન હીરો અને લોરેન્સ ઓફ અરેબિયાની સ્ક્રિપ્ટ વચ્ચે લાસ્ટ ફિલ્મ શોની સ્ક્રિપ્ટ પણ સ્થાન મેળવશે."

    મૂળ કાઠિયાવાડની વાત દર્શાવતી લાસ્ટ ફિલ્મ શોની સ્ક્રિપ્ટ પાન નલિન દ્વારા લખવામાં આવી છે, જે તેમના બાળપણ અને સ્થાનિક સિનેમામાં ફિલ્મ પ્રોજેક્ટર ઓપરેટર તરીકે કામ કરતા મોહમદભાઈ સાથેની તેમની મિત્રતા પર આધારિત છે. ફિલ્મમાં ગુજરાતી સંવાદોનું ભાષાંતરણ કેયુ શાહે કર્યું છે. લાસ્ટ ફિલ્મ શોની 80-પાનાની સ્ક્રિપ્ટ જેને ફિલ્મના શૂટિંગ વખતે સેટ પર ઉપયોગ કરાયો હતો, જેમાં પાન નલિનના સ્ટોરીબોર્ડ અને સ્કેચનો પણ સમાવેશ થયેલો છે.

    " isDesktop="true" id="1319307" >

    આ ફિલ્મનું નિર્માણ સિદ્ધાર્થ રોય કપૂર, ધીર મોમાયા અને પાન નલિને કર્યું છે. જેને USમાં સેમ્યુઅલ ગોલ્ડવિન ફિલ્મ્સ અને ભારતમાં રોય કપૂર ફિલ્મ્સ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. ઓરેન્જ સ્ટુડિયો ફ્રાન્સમાં ફિલ્મ રિલીઝ કરી રહી છે, જ્યારે શોચીકુ સ્ટુડિયો અને મેડુસા તેને જાપાનીઝ અને ઇટાલિયન સિનેમાઘરોમાં લાવી રહ્યાં છે.
    Published by:Tejas Jingar
    First published:

    Tags: ગુજરાતી ફિલ્મ

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन