Home /News /entertainment /

શ્રીદેવીના મોતની તપાસ મામલે હસ્તક્ષેપ કરવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર

શ્રીદેવીના મોતની તપાસ મામલે હસ્તક્ષેપ કરવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર

    સુપ્રીમ કોર્ટે બોલિવૂડ અભિનેત્રી શ્રીદેવીના મોતની તપાસમાં હસ્તક્ષેપ કરવાનો ઇન્કાર કરી દીધો છે. એક ફિલ્મ નિર્માતાએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને શ્રીદેવીના મોતની તપાસમાં હસ્તક્ષેપ કરવાની વિનંતી કરી હતી. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ દીપક મિશ્રાએ આ અરજી પર સુનાવણી કરતા કહ્યું હતું કે, 'અમે મોતની તપાસ અંગે કોઈ હસ્તક્ષેપ ન કરી શકીએ.'

    દિલ્હી હાઈકોર્ટે શ્રીદેવીના મોત અંગે તપાસની અરજી ફગાવ્યા બાદ ફિલ્મ નિર્માતા સુનિલ સિંઘે આ અંગે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી.

    54 વર્ષીય શ્રીદેવીનું ફેબ્રુઆરી મહિનામાં દુબઈની એક લક્ઝરી હોટલમાં અકસ્માતે બાથટબમાં પડી ગયા બાદ ડૂબવાથી મોત થયું હતું.

    શ્રીદેવી પોતાના પરિવારના એક લગ્નમાં હાજરી આપવા માટે પરિવાર સાથે દુબઈ ગઈ હતી.

    દુબઈના ફોરેન્સિક રિપોર્ટના જણાવ્યા પ્રમાણે શ્રીદેવીનું મોત બાથટબમાં ડૂબી જવાને કારણે થયું હતું. રિપોર્ટ પ્રમાણે તેણી બેભાન બન્યા બાદ બાથટબમાં પડી હતી.

    સુપ્રીમ કોર્ટમાં અરજી કરનાર ફિલ્મ નિર્માતાના વકીલ વિક્રમ સિંઘે કોર્ટમાં દલીલ કરી હતી કે ઓમાનમાં શ્રીદેવીએ રૂ. 240 કરોડની વીમા પોલીસી લીધી હતી. આ રકમ ત્યારે જ મળી શકે જ્યારે યુએઈમાં શ્રીદેવીનું મોત થાય.

    સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસે અરજી ફગાવતા કહ્યું હતું કે, 'અમે આ પહેલા પણ આ પ્રકારની બે અરજી ફગાવી ચુક્યા છીએ. અમે કોઈ હસ્તક્ષેપ ન કરી શકીએ.'
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Chief justice, Dipak Mishra, Dubai, Sridevi, Suprem court, મોત

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन