Home /News /entertainment /OMG: અક્ષય, આયુષ્માનની સાથે ફિલ્મ કરી ચૂકેલા આ એક્ટર આજે છે સિક્યુરિટી ગાર્ડ

OMG: અક્ષય, આયુષ્માનની સાથે ફિલ્મ કરી ચૂકેલા આ એક્ટર આજે છે સિક્યુરિટી ગાર્ડ

સવિ સિદ્ધુ, આયુષ્માન ખુરાનાની ફિલ્મ 'બેવકૂફિયા' માં પણ નજર આવી ચુક્યા છે. આ ખાસ ઇન્ટરવ્યૂ દરમિયાન સવિએ જણાવ્યું કે ફરીથી ફિલ્મોની દુનિયામાં પરત ફરવા માંગે છે.

સવિ સિદ્ધુ, આયુષ્માન ખુરાનાની ફિલ્મ 'બેવકૂફિયા' માં પણ નજર આવી ચુક્યા છે. આ ખાસ ઇન્ટરવ્યૂ દરમિયાન સવિએ જણાવ્યું કે ફરીથી ફિલ્મોની દુનિયામાં પરત ફરવા માંગે છે.

ફિલ્મોમાં કામ કરવાના સપના અનેક લોકો જુએ છે. પરંતુ સફળ અનેક લોકો જ થાય છે. જો તમે સફળ થયા છો, તો તમારુ કરિયર કેટલા દિવસ ચાલે તે તો તમને ખબર પણ નહીં હોય. કંઇક આવી જ કહાની ફિલ્મ પટિયાલા હાઉસમાં કામ કરી ચુકેલા સવિ સિદ્ધુ એટલે કે ત્રિલોચન સિંહ સિદ્ધુની છે. ત્રિલોચન સિંહ સિદ્ધુએ અનેક મોટી ફિલ્મોમાં મુખ્ય ભૂમિકા ભજવી છે. પરંતુ આ દિવસોમાં તેની હાલત યોગ્ય નથી. ત્રિલોચનની હાલતે તેમને એક બિલ્ડીંગનો સિક્યુરિટી ગાર્ડ બનાવી દીધો. તમામ ફિલ્મોમાં કામ કર્યા બાદ પણ તેની પાસે પૈસાનો અભાવ છે.

તાજેતરમાં સિદ્ધુએ ફિલ્મ કંમ્પેનિયન હિંદીથી તેમની ખાસ વાતચીતમાં જણાવ્યું કે તેના શરુઆતના દિવસોમાં તેની મુલાકાત અનુરાગ કશ્યપ સાથે થઇ હતી. ત્યારબાદ અનુરાગે તેમની ફિલ્મ 'પાંચ'માં કામ કરવાની તક આપી, પણ ફિલ્મ ક્યારેય રિલીઝ થઈ નહીં. કેટલાક દિવસો પછી અનુરાગે તેમને તેમની ફિલ્મ 'બ્લેક ફ્રાઇડે' માં પણ સ્થાન આપ્યું. આ ફિલ્મમાં સવિ સિદ્ધુએ કમિશનર સામરાની ભૂમિકા ભજવી હતી. એટલું જ નહીં તેમણે અક્ષય કુમારની ફિલ્મ 'પટિયાલા હાઉસ' માં પણ કામ કર્યું છે.



એટલું જ નહીં સવિ સિદ્ધુ, આયુષ્માન ખુરાનાની ફિલ્મ 'બેવકૂફિયા' માં પણ નજર આવી ચુક્યા છે. આ ખાસ ઇન્ટરવ્યૂ દરમિયાન સવિએ જણાવ્યું કે ફરીથી ફિલ્મોની દુનિયામાં પરત ફરવા માંગે છે. પરંતુ હવે તેમની પાસે નવી ફિલ્મ જોવા માટે કોઈ સમય અને પૈસા નથી.



છેલ્લા કેટલાક વર્ષોથી તેઓ તેમના પરિવારના મૃત્યુથી તૂટી ગયા છે. આ કારણે તેઓ હવે એકલા છે. તેઓ માને છે કે તેઓ ટૂંક સમયમાં જ ફિલ્મોમાં પાછા ફરવા માંગે છે.
First published:

Tags: ENT, અક્ષય કુમાર

विज्ञापन