'સાવધાન ઈન્ડિયા'ના હોસ્ટ સુશાંત સિંહની બહેનને થઈ ગંભીર બીમારી

સુશાંત વર્ષ 200માં આવેલી રામગોપાલ વર્માની ફિલ્મ 'જંગલ'માં ખલનાયકની ભૂમિકા નિભાવી ફેમસ થયો હતો

સુશાંત વર્ષ 200માં આવેલી રામગોપાલ વર્માની ફિલ્મ 'જંગલ'માં ખલનાયકની ભૂમિકા નિભાવી ફેમસ થયો હતો

 • Share this:
  પોપ્યુલર ફિલ્મ-ટેલિવિઝન એક્ટર અને ક્રાઈમ બ્સ્ડ શો 'સાવધાન ઈન્ડીયા'ના હોસ્ટ સુશાંત સિંહ પોતાની એક ટ્વીટના કારણે ચર્ચામાં છે. હાલમાં સુશાંતની નાની બહેન સોફિયાને ન્યૂરોલોજિકલ ડિસઓર્ડર CDIP થઈ ગયો છે, આ મુદ્દે સુશાંતે ટ્વીટ કરી લોકોને આ બિમારીની સારવાર માટે સલાહ માંગી છે.

  સુશાંતે પોતાની નાની બહેન સાથે પોતાનો એક ફોટો ટ્વીટ કરી લખ્યું છે કે, મિત્રો એવી અપિલ છે. મારી નાની બહેન સોફિયાને CDIP થઈ ગયો છે. આ એક ઓટો ઈમ્યૂન ડિસઓક્ડર છે અને તેની સારવાર સફળ નથી થઈ રહી. પ્લીસ આને રી-ટ્વીટ કરો અને જે આની સાચી સારવાર કરી શકે તેના સુધી પહોંચાડવામાં મારી મદદ કરો.  સુશાંતના આ ટ્વીટ કર્યા બાદ તૂરંત બાદ આ મુદ્દે સોશિયલ મીડિયા પર લોકોના ટ્વીટ આવવાનું શરૂ થઈ ગયું. અત્યાર સુધીમાં હજારો લોકોએ તેની મદદ માટે આગળ આવ્યા છે અને તેમને રોફરન્સ આપી રહ્યા છે.

  સુશાંત વર્ષ 200માં આવેલી રામગોપાલ વર્માની ફિલ્મ 'જંગલ'માં ખલનાયકની ભૂમિકા નિભાવી ફેમસ થયો હતો. ત્યારબાદ તેણે 'દમ', 'યે સાલી જિંદગી બેબી', 'હેટ સ્ટોરી 2' અને 'લિપસ્ટિક અંડર માય બુર્કા' જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. સુશાંત એક્ટર્સના એશોસિએશન સિંટા (સિને એન્ડ ટેલિવિઝન આર્ટિસ્ટ્સ એશોસિએશન)નો સેક્રેટરી પણ છે.
  Published by:kiran mehta
  First published: