કેરળનાં પૂરથી પરેશાન થયો જ્હોન અબ્રાહમ, ફેન્સને મદદ માટે કરી અપીલ

જ્હોન અબ્રાહમ

જ્હોનની ફિલ્મ 'સત્યમેવ જયતે'એ પહેલાં દિવસે 20 કરોડ 52 લાખ રૂપિયાની કમાણી કરી લીધી છે

 • Share this:
  મુંબઇ: કેરળમાં અત્યાર સુધી વરસાદને કારણે 73 લોકોનાં મોત થઇ ગયા છે. આ ઘટના પર જ્હોન અબ્રાહમે નિવેદન જાહેર કર્યું છે. જોહ્ને કહ્યું કે, હું કેરળમાં આવેલા પૂરથી પરેશાન છું. જ્હોનની બાળપણની કેટલીક યાદો જોડાયેલી છે. તેમણે ગુરૂવારે સવારે લોકોને અપીલ કરી હતી કે તે મુખ્યમંત્રી અકાઉન્ટમાં દાન કરે તેથી પુરગ્રસ્ત લોકોની મદદ થઇ શકે.

  તેણે કહ્યું કે, 'કેરળમાં જે કંઇ થઇ રહ્યું છે તેનાંથી હું વ્યથિત છું. મારા બાળપણની ઘણી યાદો કેરળથી જોડાયેલી છે. કૃપ્યા આગળ આવીને મુખ્યમંત્રી કોષમાં દાન કરો.' કેરળમાં ભારે વરસાદને કારણે આવેલા પૂરમાં ગુરૂવારે 12 લોકોનાં મોત થઇ ગયા છે. આખા કેરળમાં બુધવારે સાંજથી જ રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.

  આપને જણાવી દઇએ કે, જ્હોન અબ્રાહમ આ દિવસોમાં તેની અપકમિંગ ફિલ્મ 'સત્યમેવ જયતે'નાં પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મ 15 ઓગષ્ટનાં રોજ રિલીઝ થઇ ગઇ છે. ફિલ્મમાં જ્હોન અબ્રાહમ અને મનોજ બાજપેયી લીડ રોલમાં છે. ફિલ્મે પહેલાં દિવસે 20 કરોડ 52 લાખ રૂપિયાની કમાણી કરી લીધી છે.

  જ્હોનની 'સત્યમેવ જયતે'ની સામે અક્ષય કુમારની 'ગોલ્ડ' રીલિઝ થઇ છે. 'ગોલ્ડ'ની સરખામણીએ 'સત્યમેવ જયતે'ની કમાણી ઓછી છે પણ બંને ફિલ્મો દર્શકો પસંદ કરી રહ્યાં છે.
  Published by:Margi Pandya
  First published: