Home /News /entertainment /સતીશ કૌશિકનો મૃતદેહ મુંબઈ પહોંચ્યો, અંતિમ દર્શન માટે ઉમટ્યાં ફિલ્મ જગતના કલાકારો
સતીશ કૌશિકનો મૃતદેહ મુંબઈ પહોંચ્યો, અંતિમ દર્શન માટે ઉમટ્યાં ફિલ્મ જગતના કલાકારો
સતીશ કૌશિકના નિધન પર ફિલ્મ જગતના લોકો તેમના ઘરે ઉમટ્યા
દિવંગત અભિનેતા સતીશ કૌશિકના નિધનથી સમગ્ર ફિલ્મ જગત શોકમાં છે. જોકે, નિધન બાદ તેમનો પાર્થિવ દેહ મુંબઈમાં તેમના નિવાસસ્થાને પહોંચ્યો હતો. જ્યાં તેમને અંતિમ વિદાય આપવા બોલિવૂડની તમામ હસ્તીઓ પહોંચી હતી. ચાલો તમને જણાવીએ કે, અભિનેતાના ઘરે કોણ જોવા મળ્યું હતું.
મુંબઈ : દિવંગત અભિનેતા સતીશ કૌશિકના નિધનથી સમગ્ર ફિલ્મ જગત શોકમાં છે. 66 વર્ષની વયે તેમની વિદાય દરેકને દુઃખી કરી રહી છે. અભિનેતાનો મૃતદેહ એર એમ્બ્યુલન્સ દ્વારા કાલીના (ખાનગી) એરપોર્ટ પર પહોંચ્યો હતો. જે બાદ તેમને મુંબઈમાં તેમના ઘરે લાવવામાં આવ્યા હતા.
જ્યાં પહેલાથી જ ફિલ્મ સ્ટાર્સ હાજર હતા. તે જ સમયે, સેલેબ્સથી લઈને ફેન્સ સુધી દરેક સોશિયલ મીડિયા પર તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. સતીશ કૌશિકના અચાનક નિધનથી અભિનેતા અને કોમેડિયન જોની લીવરે અંતિમ શ્રદ્ધાંજલિ આપવા માટે તેમના નિવાસસ્થાને પહોંચ્યા છે. આ સિવાય ઘણા લોકો તેમને અંતિમ વિદાય આપવા તેના ઘરે પહોંચી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે, અભિનેતા અને નિર્દેશક સતીશ કૌશિકનું હાર્ટ એટેકના કારણે નિધન થયું છે. અંતિમ સંસ્કાર પહેલા સતીશ કૌશિશનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં એ વાત સામે આવી છે કે, અભિનેતાના મૃત્યુનું કારણ કાર્ડિયાક અરેસ્ટ છે. હાલમાં તેમના ઘરની બહાર બોલિવૂડ સ્ટાર્સનો જમાવડો જોવા મળી રહ્યો છે.
જોની લીવર અભિનેતાના ઘરની બહારથી જોવા મળ્યો હતો. એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે ખૂબ જ ભાવુક દેખાઈ રહ્યો છે. તેમણે કહ્યું કે, સતીશ કૌશિકનું જવું એક મોટી ખોટ છે. બંને એકસાથે ફિલ્મ બનાવી રહ્યા હતા, અને ફિલ્મનું પ્રમોશન પણ કરી રહ્યા હતા.
તેમણે કહ્યું કે, આ સમયે સતીશ 5-6 ફિલ્મો બનાવી રહ્યા હતા. તેમણે કહ્યું કે, એવું લાગે છે કે, ગઈકાલની વાત છે. આનાથી આગળ કશું બોલી શક્યો નહીં. એટલું જ નહીં, જોની લીવરે અભિનેતા સાથેની પોતાની યાદો પણ શેર કરી. આ સતીશ કૌશિકના ઘરે જાવેદ અખ્તર, રાજ બબ્બર, રાકેશ રોશન, શીલ્પા શેટ્ટી, ઈશાન ખટ્ટર, ફરહાન અખ્તર, અનુપમ ખેર, બોની કપુર જેવા દિગ્ગજ કલાકારો આવી પહોચ્યા હતા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર