Home /News /entertainment /સતીશ કૌશિકની અંતિમ ઇચ્છા રહી ગઇ અધૂરી, અંતિમ સંસ્કાર કરનાર ભત્રીજાએ કર્યો હચમચાવી નાંખે એવો ખુલાસો
સતીશ કૌશિકની અંતિમ ઇચ્છા રહી ગઇ અધૂરી, અંતિમ સંસ્કાર કરનાર ભત્રીજાએ કર્યો હચમચાવી નાંખે એવો ખુલાસો
હાર્ટ એટેક આવતા સતીશ કૌશિકનું થયું હતું નિધન
સતીશ કૌશિકના છેલ્લી ઈચ્છા (Satish Kaushik Last Wish) અધૂરી રહી ગઈ હતી. નિશાંતે જ સતીશ કૌશિકને અગ્નિદાહ આપ્યો હતો અને અસ્થિ વિસર્જન કર્યું હતું. સતીશ કૌશિકની છેલ્લી ઈચ્છા જણાવતા સમયે નિશાંત કૌશિક ખૂબ જ ભાવુક થઈ ગયા હતા.
બોલીવુડના દિગ્ગજ સ્ટાર, ડિરેક્ટર અને પટકથા લેખક સતીશ કૌશિક (Satish Kaushik)ના નિધનના શોકમાંથી લોકો હજી સુધી બહાર આવ્યા નથી. હાર્ટ એટેક આવવાને કારણે આ દિગ્ગજ અભિનેતાનું મૃત્યું થયું હતું. સતીશ કૌશિકના ભત્રીજા (Satish Kaushik Nephew) નિશાંત કૌશિકે એક ખુલાસો કર્યો છે.
તેઓ જણાવે છે કે, સતીશ કૌશિકના છેલ્લી ઈચ્છા (Satish Kaushik Last Wish) અધૂરી રહી ગઈ હતી. નિશાંતે જ સતીશ કૌશિકને અગ્નિદાહ આપ્યો હતો અને અસ્થિ વિસર્જન કર્યું હતું. સતીશ કૌશિકની છેલ્લી ઈચ્છા જણાવતા સમયે નિશાંત કૌશિક ખૂબ જ ભાવુક થઈ ગયા હતા.
નિશાંત કૌશિક સતીશ કૌશિકના નજીકના વ્યક્તિઓમાંથી એક છે. નિશાંત જણાવે છે કે, ‘તેઓ પ્રોડક્શન હાઉસને ખૂબ જ આગળ લઈ જવા માંગતા હતા.’ તેઓ વર્ષ 2021ની સુપરહિટ ફિલ્મ ‘કાગઝ’ની સીક્વલ બનાવી રહ્યા હતા અને ‘કાગઝ 2’નું એડિટિંગ કરી રહ્યા હતા.
નિશાંત જણાવે છે કે, તેઓ સતીશ કૌશિકની છેલ્લી ઈચ્છા પૂરી કરશે અને અધૂરા કામને પૂરું કરશે. સતીશ કૌશિક એક ખૂબ જ મોટો સ્ટુડિયો બનાવવા માંગતા હતા અને તેમણે અનુપમ ખેર તથા બોની કપૂર પાસેથી મદદ લેવાનો પ્લાન બનાવ્યો હતો.
નિશાંત અનુપમ ખેર અને બોની કપૂરને પરિવારની જેમ માનતા હતા. 9 માર્ચના રોજ હાર્ટ એટેક આવતા સતીશ કૌશિકનું નિધન થયું હતું. ઉલ્લેખનીય છે કે, સતીશ કૌશિકે એક દિવસ પહેલાં જ હોળી મનાવી હતી. સતીશ કૌશિકે જાવેદ અખ્તર, શબાના આઝમી, બાબા આઝમી, તન્વી આઝમી દ્વારા યોજાયેલી પાર્ટીમાં હોળી રમી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર, સતીશ કૌશિકે હોળી પાર્ટીમાં લગભગ સતત અડધો કલાક સુધી ડાન્સ કર્યો હતો. ત્રણ વાગ્યે પાર્ટી પૂરી થઈ ગઈ. સાંજે પાંચ વાગ્યા સુધીમાં બધા ફાર્મહાઉસથી પોતપોતાના ઘરે ચાલ્યા ગયા હતા. સતીશ કૌશિકને બપોરે 12.10 વાગ્યે છાતીમાં દુખાવો થયો હતો.
ઉલ્લેખનીય છે કે, સતીશ કૌશિક 1987ની ફિલ્મ 'મિસ્ટર ઈન્ડિયા'ના કેલેન્ડર રોલથી ઓળખ મળી હતી. સતીશ કૌશિકને ફિલ્મ 'રૂપ કી રાની', 'ચોરો કા રાજા'થી દિગ્દર્શક તરીકે બોલિવૂડમાં સૌથી મોટો બ્રેક મળ્યો હતો. સતીશ કૌશિકે ફિલ્મ' રામ-લખન' અને' સાજન ચલે સસુરલ' માટે બે વાર બેસ્ટ કોમેડિયનનો ફિલ્મફેર એવોર્ડ જીત્યો છે.
અનુપમ ખેરે ટ્વિટર પર સતીશ કૌશિકના નિધન અંગે પોસ્ટ શેર કરી હતી. ટ્વિટ કરતાં લખ્યું કે, ‘હું જાણું છું કે મૃત્યુ જ જીવનનું પરમ સત્ય છે, પરંતુ મારા જિગરી દોસ્ત સતીશ કૌશિક વિશે આવું લખીશ એ ક્યારેય વિચાર્યું નહોતું. 45 વર્ષની મૈત્રી પર અચાનક આ રીતે પૂર્ણવિરામ. તારા વિનાનું જીવન હવે ક્યારેય પહેલાં જેવું નહીં રહે. ઓમ શાંતિ.’
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર