Home /News /entertainment /સતીશ કૌશિકની દીકરીએ પિતાને આપી વિદાય, કંઈપણ લખ્યા વિના કહી દીધુ ઘણુ બધુ, આંખો થઈ જશે ભીની

સતીશ કૌશિકની દીકરીએ પિતાને આપી વિદાય, કંઈપણ લખ્યા વિના કહી દીધુ ઘણુ બધુ, આંખો થઈ જશે ભીની

સતીશ કૌશિક તેમની પુત્રી વંશિકાને ખૂબ પ્રેમ કરતા હતા. ફોટો સૌજન્ય- @satishkaushik2178/Instagram

સતીશ કૌશિક જેમના માટે તેઓ વધુ જીવવા માંગતા હતા તેવા પત્ની અને પુત્રીને છોડી ગયા છે, 11 વર્ષની વંશિકા માટે એ સ્વીકારવું ખૂબ મુશ્કેલ છે કે, તેના પિતા હવે આ દુનિયામાં નથી. દીકરી વંશિકાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને પિતાને અલવિદા કહ્યું હતુ.

વધુ જુઓ ...
મુંબઈ : 9 માર્ચે બોલિવૂડના દિગ્ગજ કલાકાર સતીશ કૌશિકે દુનિયાને અલવિદા કહી તમામને રડતા મુકી દીધા હતા. બધાને હસાવનાર કોમેડિયન, એક્ટર, ડીરેક્ટર સતીશ કૌશિકના ગુરુવારે મોડી સાંજે મુંબઈના વર્સોવા સ્મશાન ગૃહમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તેમના પરિવાર, મિત્રો અને ચાહકોએ તેમને ભીની આંખો સાથે વિદાય આપી.

તેમના અંતિમ સંસ્કારમાં બોલિવૂડના તમામ સેલેબ્સ હાજર રહ્યાં હતા. કહેવાય છે કે, દુનિયામાં જો કોઈ સૌથી સુંદર સંબંધ હોય તો તે, પિતા અને પુત્રી વચ્ચેનો હોય છે. સતીશ કૌશિકના જીવનમાં દીકરી વંશિકાના આવવાથી તેમનુ જીવન રંગીન બની ગયુ હતુ. પરંતુ હવે, વંશિકા માટે તેના પિતા વિના આ સંસાર અધૂરો બની ગયો છે.

11 વર્ષની વંશિકા માટે એ સ્વીકારવું ખૂબ મુશ્કેલ છે કે, તેના પિતા હવે આ દુનિયામાં નથી. સતીશ કૌશિક તેમની પાછળ તેમની પત્ની અને પુત્રીને છોડી ગયા છે, જેમના માટે તેઓ વધુ જીવવા માંગતા હતા.



આ પણ વાંચો : અનુપમ ખેર પોતાના મિત્રને અલવિદા કહેતા રડી પડ્યા, વીડિયો તમને કરશે ભાવુક...

પિતા દીકરીનો સંબંધ અતુટ

સતીશ કૌશિકની પુત્રી વંશિકા કૌશિકે તેના પિતાના ગયા પછી ઇન્સ્ટાગ્રામ પર એક થ્રોબેક તસવીર પોસ્ટ કરી છે, જેમાં તે તેના પિતા સતીશ કૌશિક સાથે જોવા મળી રહી છે. તસવીરમાં દીકરી વંશિકા તેના પિતાને ગળે વળગી રહી છે. તસવીરમાં બંને હસતા હોય છે. આ તસવીર શેર કરતી વખતે તેણે માત્ર એક જ રેડ હાર્ટ ઈમોજી શેર કરી છે.

કંઈપણ લખ્યા વિના કઈ દીધુ ઘણુ બધુ

તેણે ફોટો સાથે કંઈ લખ્યું નથી. પણ સત્ય તો એ છે કે, કંઈપણ લખ્યા વિના પણ તેમની દીકરીએ પોતાના પિતા પ્રત્યેનો પ્રેમ, તેમની વિદાયનું દુ:ખ અને આ જીવનમાં તેમને ફરી ક્યારેય ન મળવાનું દુ:ખ વ્યક્ત કર્યું હતુ. વંશિકાની આ પોસ્ટ જોઈને ફેન્સની આંખો ભીની થઈ ગઈ છે. જોકે, કોમેન્ટ સેક્શનમાં યુઝર્સ સતીશ કૌશિકને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

દીકરી માટે ફિટ રહેવા માંગતા હતા

સતીશ તેની પુત્રી સાથે જીવનને વધુ સુંદર બનાવવા માંગતા હતા. દીકરીને બધી ખુશીઓ આપવા માંગતા હતા અને તેથી પોતાને ફિટ રાખવા માટે જીમમાં જવાનું શરૂ કર્યું, પરંતુ કહેવાય છે કે, જે ઘટના ઘટવાની હશે તે જ ઘટના ઘટશે. કદાચ સતીશ કોશિક અને તેની દીકરીને સાથે રહેવાનો સફર આટલો જ હશે.
First published:

Tags: Best actor, Heart attack, Satish kaushik

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો