Home /News /entertainment /'રસોડેમેં કૌન થા..'ની રાશી બહેન માતા બની, સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી આપી જાણકારી

'રસોડેમેં કૌન થા..'ની રાશી બહેન માતા બની, સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી આપી જાણકારી

ફોટોઃ @ruchahasabnis

ટીવીની પ્રખ્યાત સીરિયલ 'સાથ નિભાના સાથિયા'ની એક્ટ્રેસ રુચા હસબ્નિસે હાલ એક દીકરાને જન્મ આપ્યો છે. એક્ટ્રેસે આ માહિતી પોતાના ઈન્સ્ટાગ્રામ પર ફેન્સ સાથે શેર કરી છે. તેણીએ ફોટો શેર કરીને જણાવ્યુ કે તેણી બેબી બૉયનું સ્વાગત કરે છે.

    મુંબઈઃ ટીવીની પ્રખ્યાત સીરિયલ 'સાથ નિભાના સાથિયા'ની એક્ટ્રેસ રુચા હસબ્નિસ આ દિલસોમાં ફરી ચર્ચામાં આવી છે. હીકકતમાં, રુચાએ હાલમાં જ એક બાળકને જન્મ આપ્યો છે. જણાવી દઈએ કે, આ રુચાનું બીજુ બાળક છે. પોતાની માં બનવાની ખુશીને એક્ટ્રેસે સોશિયલ મીડિયા પર શેર કરી છે. રુચાએ એક પોસ્ટ દ્વારા ફેન્સને આ ગુડ ન્યુઝ આપી છે.

    પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર રુચાએ એક પોસ્ટ શેર કરી છે. જેમાં તેણીએ પોતાના બેબી બૉયના નાના-નાના પગની તસવીર શેર કરી છે. આ ફોટોમાં કેપ્શન આપતા એક્ટ્રેસે લખ્યુ કે, 'રુહીની સાઇડ કિક અહીં છે અને આ છે બેબી બૉય.' એટલું જ નહીં, ફોટોમાં બેબીના પગ ઉપર એક બોર્ડ પણ જોવા મળી રહ્યુ છે જેના પર લખ્યુ છે, 'તુ એક મેજીક છે.'



    બેબી બૉયના આવવા પર ખુશ છે એક્ટ્રેસ


    ઉલ્લેખનીય છે કે, રુચાની આ તસવીર પર સતત શુભકામનાની કોમેન્ટ્સ આવી રહી છે. ફેન્સની સાથે-સાથે સ્ટાર્સ પણ એક્ટ્રેસને તેણીના બેબી બૉયને શુભકામના આપી રહ્યા છે. જોકે, એક્ટ્રેસે હજુ દીકરાનું મોઢું ફેન્સને નથી બતાવ્યુ. પરંતુ, દરેક બેબી બૉયનું મોઢું બતાવવાની માંગ કરી રહ્યા છે.



    રુચાએ વર્ષ 2019માં દીકરીને જન્મ આપ્યો હતો


    થોડા મહિના પહેલા ખબર સામે આવી હતી કે, રુચા જલ્દી બીજા બાળકને જન્મ આપવા જઈ રહી છે. જ્યાર બાદ કાલે સોમવારે એક્ટ્રેસે આ ખબર સંભળાવી હતી. એક્ટ્રેસ રુચાએ એક પોસ્ટ દ્વારા ફેન્સને કહ્યુ હતું કે, તે મા બનવા જઈ રહી છે.



    તેણીએ પોતાની દીકરીના ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો, જેમાં તે હાથમાં પેન્ટ બ્રશ વ્હાઇટ બોર્ડ સામે ઉભી છે, જેના પર લખેલું છે Big Sister એટલે મોટી બહેન. આ પોસ્ટને શેર કરીને રુચાએ લખ્યુ હતું, 'પ્રેમ કરને કે લિયે એક ઔર' તેણીએ આની સાથે #comingsoon નો ઉપયોગ કરેલો છે.

    ઉલ્લેખનીય છે કે રુચાએ 10 ડિસેમ્બર 2019 દીકરીને જન્મ આપ્યો હતો.
    Published by:Hemal Vegda
    First published:

    Tags: Entertainment news, Tv actress, મનોરંજન

    विज्ञापन
    विज्ञापन