Home /News /entertainment /Video: મદદ કરનાર શખ્સ પર જ ભડકી દીપિકા કક્કડ, એક્ટ્રેસના ઘમંડ પર ફેન્સ થયા લાલચોળ

Video: મદદ કરનાર શખ્સ પર જ ભડકી દીપિકા કક્કડ, એક્ટ્રેસના ઘમંડ પર ફેન્સ થયા લાલચોળ

દીપિકાના વર્તન પર ભડક્યા ફેન્સ

Dipika Kakar Viral video: ટીવી એક્ટ્રેસ દીપિકા કક્કડનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં દીપિકા મદદ કરનાર વ્યક્તિ પર ગુસ્સે થતી જોવા મળી રહી છે.

    'સસુરાલ સિમર કા' ફેમ એક્ટ્રેસ દીપિકા કક્કડ આમ તો મોટાભાગે ગ્લેમર અને પોતાના કૂલ બિહેવિયર માટે ફેમસ છે. તે મોટાભાગે પોતાની ક્યૂટ સ્માઇલથી ફેન્સની ધડકનો વધારી દે છે, પરંતુ સોશિયલ મીડિયા પર અદાકારનો એક વીડિયો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. તે તેના કૂલ બિહેવિયરથી એકદમ અલગ છે. વીડિયો જોઇને યુઝર્સ તેના બિહેવિયર અને એટીટ્યૂડ પર સવાલ ઉઠાવી રહ્યાં છે. યુઝર્સ તેના બિહેવિયરને જોઇને તેને ઘમંડી કહી રહ્યાં છે.

    જણાવી દઇએ કે, દીપિકા કક્કડ તેના પતિ શોએબ ઇબ્રાહિમ સાથે દાદા સાહેબ ફાળકે આઇકોન એવોર્ડ્સમાં હાજરી આપી હતી. આ દરમિયાન તે ઘણી ખુશ દેખાઈ હતી. જો કે આ દરમિયાન દીપિકા સાથે એક નાની ઘટના બની.

    આ પણ વાંચો : દિશા પટનીનો આ ફોટો ભર શિયાળામાં કરાવશે ગરમીનો અહેસાસ, કોઝી-કોઝી થયું ઇન્ટરનેટ

    ઈવેન્ટમાંથી દીપિકાનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે હાથમાં મોબાઈલ લઈને ચાલતી જોવા મળી રહી છે. વીડિયોની આગળની ક્લિપમાં, તે ચાલતી વખતે ઠોકર ખાય છે અને તે ગબડી પડવાની હોય છે તે જ સમયે એક વ્યક્તિ આવીને તેને પડતી બચાવી લે છે. જોકે દીપિકા તે વ્યક્તિનો હાથ ઝાટકી દે છે. વીડિયોમાં તે વ્યક્તિ પર ગુસ્સે થતી જોવા મળી રહી છે.



    સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ દીપિકા


    દીપિકાનો વીડિયો જોયા બાદ સોશિયલ મીડિયા યુઝર્સ ગુસ્સામાં જોવા મળી રહ્યા છે. એક્ટ્રેસનો આ વીડિયો 'સેલિબ્રિટી ફોટોશૂટ 01' નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે, જ્યાં યુઝર્સ પોતાના રિએક્શન આપી રહ્યા છે.

    આ પણ વાંચો : TMKOC: 'તારક મહેતા'ની બબીતાને પરદેશમાં નડ્યો અકસ્માત, જુઓ કેવી થઇ ગઇ હાલત

    આ વીડિયો જોયા બાદ એક યુઝરે લખ્યું, 'તેણે તમને બચાવવાનો પ્રયાસ કર્યો પરંતુ તમે તેને અપમાનિત કર્યો'. અન્ય એકે લખ્યું, 'આભાર કહેવાને બદલે તેની સાથે અસભ્ય વર્તન કરવું સારી વાત નથી'. ત્રીજા યુઝરે લખ્યું, 'આટલો ઘમંડ સારો નથી'. ચોથા યૂઝરે લખ્યું, 'બિનજરૂરી એટિટ્યૂડ….. તે ખરેખર તેની મદદ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તે પડી હોત તો સારું હતું..તેને એકલી રહેવા દો.'


    દુબઇમાં થઇ સન્માનિત


    દીપિકાને હાલમાં જ દુબઇમાં એક એવોર્ડ ફંક્શનમાં 'વુમન ઑફ પાવર' અને 'વુમન ઑફ સબ્સટેંસ' કેટેગરી અંતર્ગત સન્માનિત કરવામાં આવી. પુરસ્કાર મેળવીને એક્ટ્રેસ હકીકતમાં ખુશ હતી. આ સેરેમની માટે દીપિકાએ બ્લેક એન્ડ વ્હાઇટ કલરનો ગોર્જિયસ આઉટફિટ પહેર્યો હતો. તેની ઉપલબ્ધિઓ માટે તેના પતિ શોએબે પણ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં તેના વખાણ કરતા પોસ્ટ શેર કરી હતી.
    Published by:Bansari Gohel
    First published:

    Tags: Bollywood celebs, Bollywood Latest News, Tv actress, Viral videos

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन