Home /News /entertainment /

રાજકારણ અને બોલિવૂડમાં સેક્સના બદલે ફાયદો મળવાની વાત સાચીઃ શત્રુઘ્ન સિંહા

રાજકારણ અને બોલિવૂડમાં સેક્સના બદલે ફાયદો મળવાની વાત સાચીઃ શત્રુઘ્ન સિંહા

    કોરિયોગ્રાફર સરોજ ખાન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા રેણુકા ચૌધરી પછી હવે ભાજપના નેતા તેમજ અભિનેતા શત્રુઘ્ન સિંહાએ કાસ્ટિંગ કાઉચને લઈને વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે મનોરંજન અને રાજકારણની દુનિયામાં સેક્સની માંગણી કરવામાં આવે છે.

    'ન તો સરોજ ખાન ખોટી છે ન રેણુકા ચૌધરી. મનોરંજન અને રાજકારણની દુનિયામાં કામ કરાવવા માટે શારીરિક સંબંધની માંગ અને દરખાસ્ત કરવામાં આવે છે. જીવનમાં આગળ વધવા માટે આ ખૂબ જ જૂની અને કારગત યુક્તિ છે. સેક્સ માનવ જીવનની શરૂઆતથી રહ્યું છે. એવામાં આટલા દુઃખી થવાની શું જરૂર છે?' તેમ 'બિહારી બાબુ'એ જણાવ્યું હતું.

    શત્રુઘ્નએ વધુમાં જણાવ્યું હતું કે, 'કોરિયોગ્રાફીના ક્ષેત્રમાં અને રેખા, માધુરી દીક્ષિત અને દિવંગત શ્રીદેવીની કારકિર્દી ઉપર લઈ જવામાં તેમનું યોગદાન મહત્વનું છે. સરોજ ખાન પોતાના ક્ષેત્રમાં દિગ્ગજ છે. તે જે કંઈ બોલે છે તેના દિલથી બોલે છે. જો તેમણે કહ્યું છે કે બોલિવૂડમાં છોકરીઓએ 'બાંધછોડ' કરવી પડે છે તો તેમની પાસે આવા કેસની જાણકારી હશે.'

    બોલિવૂડમાં કાસ્ટિંગ કાઉચની હકીકતનો સ્વીકાર કરતા તેમણે જણાવ્યું હતું કે, 'હું સરોજ ખાન અને રેણુકા ચૌધરીની વાત સાથે સંપૂર્ણ સહમત છું. હું માનું છું કે ફિલ્મોમાં આવવા માટે યુવતીઓ 'બાંધછોડ' કરવી પડે છે. કદાચ સરોજ ખાન પણ આ દુઃખ કે અપમાનમાંથી પસાર થઈ ચુકી છે.'

    મને નથી ખબર કે રાજકારણમાં કાસ્ટિંગ કાઉચને શું કહેવામાં આવે છે. કદાચ તમે કાસ્ટિંગ-વોટ કાઉચ બોલી શકો છો. નેતાઓની યુવા અને મહત્વકાંક્ષી પેઢી શારીરિક સંબંધની ઓફર કરવા માટે જાણીતી છે, અને પીઢ નેતાઓ તેનો સ્વીકાર પણ કરે છે, આ વાત જગજાહેર છે.


    તેમણે સ્પષ્ટતા કરતા કહ્યું કે, 'હું એવું નથી કહેતો કે આ યોગ્ય છે. હું ક્યારેય કોઈ આવી બાંધછોડનો ભાગ નથી રહ્યો. પરંતુ આપણે જે સત્ય છે તેનાથી મોઢું ન ફેરવી શકીએ. સાચું બોલવા માટે સરોજ ખાનની નિંદા ન કરો. ટીકા તેમની કરો જેમણે આવી સ્થિતિ ઉભી કરી છે. જેના કારણે યુવક અને યુવતીઓએ આવું વિચારવું પડે છે.'

    શત્રુઘ્નએ વધુમાં કહ્યું કે, 'કાસ્ટિંગ કાઉચ વ્યક્તિગત પસંદ છે. આ માટે કોઈ યુવક કે યુવતીને મજબૂર ન કરી શકાય. તમારી પાસે આપવા માટે કંઈક છે, અને તમે આ અંગે કોઈ સામે તેનો પ્રસ્તાવ મૂકી રહ્યા છો, જે તેનો સ્વીકાર કરવાની ઈચ્છા ધરાવે છે. આ વાતમાં મજબૂરી કે બળજબરી ક્યાં છે?'
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Casting couch, Casting Vote Couch, Saroj khan, Shatrughan Sinha, Truth, બોલીવુડ, રાજકારણ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन