સરોજ ખાન સુપુર્દ-એ-ખાક, ભીની આંખે અપાઇ અંતિમ વિદાય

News18 Gujarati
Updated: July 3, 2020, 4:09 PM IST
સરોજ ખાન સુપુર્દ-એ-ખાક, ભીની આંખે અપાઇ અંતિમ વિદાય
સરોજ ખાન સુપુર્દ-એ-ખાક

સરોજ ખાનને મલાડનાં કબ્રિસ્તાનમાં સુપુર્દ-એ-ખાક (Saroj Khan Final Last Rites) કરવામાં આવ્યાં

  • Share this:
એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: પ્રખ્યાત કોરિયોગ્રાફર સરોજ ખાન (Saroj Khan Passed Away)એ દુનિયાને અલવિદા કહી દીધી છે. કાર્ડિયાક અરેસ્ટને કારમે મુંબઇમાં તેમનું નિધન થયુ હતું. સરોજ ખાનને છેલ્લા કેટલાંય દિવસથી શ્વાસ લેવામાં તકલીફ થઇ રહી હતી જે બાદ તેમને બાન્દ્રાની ગુરુનાનક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. સરોજ ખાને 3 જૂલાઇ સુધી મોત સામે જંગ લડી પણ આખરે તેઓ હારી ગયા. શુક્રવારે વહેલી સવારે 1.52 વાગ્યે તેમણે આ દુનિયાને અલવિદા કહી દીધી.

શુક્રવારે એટલે કે આજે સવારે મલાડનાં કબ્રસ્તાનમાં સુપુર્દ-એ-ખાક (Saroj Khan Final Last Rites) કરવામાં આવ્યાં. સરોજ ખાનને અંતિમ વિદાયમાં તેમનાં પરિવારવાળા અને કેટલાંક નજીકનાં સંબંધીઓ હાજર હતાં.

સરોજ ખાનનાં પરિવારે તેમની અંતિમ યાત્રા સવારે જ સંપન્ન કરી. મુંબઇમાં કોરોનાનાં કેસને કારણે પોલીસે સરોજ ખાનનાં પરિવારને નિર્દેશ આપ્યા હતાં કે અંતિમ વિદાયમાં 50થી વધ લોકો શામેલ ન હોય. પોલીસનાં નિર્દેશનું પાલન કરતા પરિવારે નિર્ણય લીધો અને કોઇ જ મોડુ કર્યા વગર સવાર સવારમાં જ સરોજ ખાનની અંતિમ ક્રિયા કરવામાં આવી.

આ પણ વાંચો- સુશાંત કેસમાં મુંબઇ પોલીસે કંગનાને પૂછપરછ માટે બોલાવી! સમાચાર પર એક્ટ્રેસનું રિએક્શન

સરોજ ખાન ડાયાબિટીસ અને તે સંબંધીત બીમારીઓ હતી. જેને કારણે તેઓએ તેમનાં કામથી લાંબો બ્રેક લીધો હતો. વર્ષ 2019માં સરોજ ખાને 'કલંક' અને 'મણિકર્ણિકા: ધ ક્વિન ઓફ ઝાંસી'માં એક એક ગીત કોરિયોગ્રાફ કર્યુ હતું. 'કલંક'માં તેમણે 'તબાહ હો ગયે..' ગીત કોરિયોગ્રાફ કર્યું હતું. જેમાં માધુરી દીક્ષિતે સુંદર ડાન્સ કરી બધાનું દિલ જીતી લીધું હતું.

આ પણ વાંચો-એ લડકી કમર હિલા...', જ્યારે સરોજ ખાને કરિનાને ખખડાઇ કાઢી'તી
સરોજ ખાને 3 વર્ષની ઊંમરે ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે કામ શરૂ કર્યું હતું. તેમની પહેલી ફિલ્મ 'નજરાના' હતી. જેમાં શ્યામા નામની બાળકીનો રોલ તેમણે અદા કર્યો હતો. સરોજ ખાનનો જન્મ 1948માં થયો હતો. 50નાં દાયકામાં તેમણે ઘણી બોલિવૂડ ફિલ્મમાં બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે કામ કર્યું છે. ચાર દાયકાથી વધુ સમય સુધી તેમણે ફિલ્મોમાં ગીતો કોરિયોગ્રાફી કરી હતી. તેમણે 2 હજારથી વધુ ગીતોમાં કોરિયોગ્રાફી કરી છે.
First published: July 3, 2020, 4:09 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading