Saroj Khan Birthday: 13 વર્ષની ઉંમરે તેના કરતા 30 વર્ષ મોટા પુરુષ સાથે સરોજ ખાને કર્યા હતા લગ્ન

સરોજ ખાન જન્મદિવસ

સરોજ ખાનનો જન્મ 22 નવેમ્બર, 1948ના રોજ મુંબઈ (Mumbai)માં થયો હતો. સરોજ ખાને પોતાની કારકિર્દી (Career)માં 2000થી વધુ ગીતો (Songs)ની કોરિયોગ્રાફી (choreography) કરી છે.

  • Share this:
    મુંબઈ: આજે (22 નવેમ્બર) બોલિવૂડ (Bollywood)ની પ્રખ્યાત કોરિયોગ્રાફર (choreographer) સરોજ ખાન (Saroj Khan)નો જન્મદિવસ (Birthday) છે, સરોજ ખાનનો જન્મ 22 નવેમ્બર, 1948ના રોજ મુંબઈ (Mumbai)માં થયો હતો. સરોજ ખાને પોતાની કારકિર્દી (Career)માં 2000થી વધુ ગીતો (Songs)ની કોરિયોગ્રાફી (choreography) કરી છે. તેના વિશે એવું કહેવાય છે કે તેણે બોલિવૂડની દરેક મોટી અભિનેત્રી (Actresses) ને તેના ડાન્સ મૂવ્સ પર ડાન્સ (Dance) કરાવ્યો છે. માધુરી દીક્ષિત (Madhuri Dixit), શ્રીદેવી (Sridevi), કરીના કપૂર (Kareena Kapoor) જેવી દિગ્ગજ અભિનેત્રીઓએ તેમને નૃત્ય શીખવવાને કારણે તેમને પોતાના ગુરુ માન્યા છે. સરોજ ખાનનું 3 જુલાઈ, 2020ના રોજ અવસાન (Death) થયું હતું.

    માત્ર 3 વર્ષની ઉંમરે તેણે પહેલી ફિલ્મ નજરાનામાં શ્યામા નામની છોકરીનું પાત્ર ભજવ્યું હતું. તેણે કોરિયોગ્રાફર બી. સોહનલાલ પાસેથી તાલીમ લીધી. કોરિયોગ્રાફર તરીકે સરોજ ખાનની મુખ્ય ફિલ્મો ચાંદની, તેઝાબ, મિસ્ટર ઈન્ડિયા, નગીના, થાનેદાર અને બેટા છે.

    સરોજ ખાને 13 વર્ષની ઉંમરે તેના પ્રથમ માસ્ટર બી. સોહનલાલ સાથે લગ્ન કરી લીધા હતા. બંનેની ઉંમરમાં 30 વર્ષનો તફાવત હતો. તેણે 43 વર્ષીય બી. સોહનલાલ સાથે લગ્ન કર્યા હતા. સોહનલાલના આ બીજા લગ્ન હતા. સરોજ ખાને એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, 'હું સ્કૂલમાં ભણતી હતી. તે દરમિયાન મારા ડાન્સ માસ્ટર સોહનલાલે ગળામાં કાળો દોરો બાંધ્યો અને મારા લગ્ન થઈ ગયા. સરોજ સાથે લગ્ન સમયે, સોહનલાલે તેમના પ્રથમ લગ્ન વિશે જણાવ્યું ન હતું. દેશના વિભાજન બાદ સરોજ ખાનનો પરિવાર પાકિસ્તાનથી ભારત આવી ગયો હતો. તેનું સાચું નામ નિર્મલા નાગપાલ છે, તેના પિતાનું નામ કિશનચંદ સદ્ધુ સિંહ છે અને માતાનું નામ નોની સદ્ધુ સિંહ છે.

    આ પણ વાંચોHelen Birthday : બીજા વિશ્વ યુદ્ધ સાથે શું છે હેલેનનું બોલિવૂડ કનેક્શન? સલમાન ખાનની બીજી મમ્મીના અજાણ્યા તથ્યો

    1963 માં, સરોજ ખાનના પુત્ર હમીદનો જન્મ થયો, જે હવે રાજુ તરીકે ઓળખાય છે. તેના પ્રથમ પુત્રના જન્મ પછી, સરોજને તેના પતિ સોહનલાલના પ્રથમ લગ્ન વિશે ખબર પડી. સોહનલાલે સરોજ ખાનના બંને બાળકોને પોતાનું નામ આપવાની ના પાડી. આ પછી સરોજ ખાન અને સોહનલાલ વચ્ચે અંતર વધતું ગયું. પ્રશંસનીય વાત એ છે કે સરોજ ખાને પોતાના બંને બાળકોને એકલા હાથે ઉછેર્યા છે.
    Published by:kiran mehta
    First published: