Home /News /entertainment /

સારિકાની માતા નાનપણથી જ પૈસા માટે કરાવતી હતી આ કામ, લગ્ન પહેલા જ પ્રેગ્નન્ટ થઈ હતી અભિનેત્રી

સારિકાની માતા નાનપણથી જ પૈસા માટે કરાવતી હતી આ કામ, લગ્ન પહેલા જ પ્રેગ્નન્ટ થઈ હતી અભિનેત્રી

સારિકા હસન

સારિકા દક્ષિણ ભારતીય અભિનેતા કમલ હસન (kamal haasan) ના પ્રેમમાં હતી. સારિકા (sarika haasan)એ એક દીકરીને જન્મ આપ્યો બાદમાં કમલ હસન સાથે કર્યા લગ્ન

    Bollywood Interesting Story : બોલિવૂડ (Bollywood)ની પ્રખ્યાત અભિનેત્રી (Actress) સારિકા (Sarika Hasan) તેના સમયની સૌથી લોકપ્રિય (Famous) અભિનેત્રીઓમાંની એક રહી છે. તમને જણાવી દઈએ કે અભિનેત્રી સારિકા હાલની પ્રખ્યાત અભિનેત્રી શ્રુતિ હસન (Shruti Hasan) અને અક્ષરા હસન (Akshara Hasan)ની માતા છે. અભિનેત્રી સારિકાએ ઘણી હિટ ફિલ્મો (Films)માં કામ કર્યું છે.

    સરીકાની માતા બાળપણમાં જ તેની પાસે પૈસા કામાવવા દબાણ કરતી!

    તમને જણાવી દઈએ કે અભિનેત્રી સારિકા દક્ષિણ ભારતીય ફિલ્મોના સુપરસ્ટાર કમલ હાસનની પત્ની છે. ફિલ્મમાં સારિકાએ એક અલગ જ ઓળખ બનાવી હતી. બાળપણમાં અભિનેત્રી સારિકાની માતા તેને ફિલ્મોમાં અભિનય કરવા દબાણ કરતી હતી. આજે અમે તમને તેમના જીવનની અજાણી વાતો જણાવવા જઈ રહ્યા છીએ. અભિનેત્રી સારિકાનો જન્મ 5 ડિસેમ્બર 1960ના રોજ નવી દિલ્હીમાં થયો હતો. તેણે બાળપણથી જ બાળ કલાકાર તરીકે ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. જ્યારે સારિકા નાની હતી ત્યારે તેના માતા-પિતા અલગ થઈ ગયા હતા અને તે તેની માતા સાથે રહેવા લાગી હતી. પરંતુ અહેવાલો અનુસાર, એવું કહેવાય છે કે સારિકાની માતા બાળપણમાં તેને પૈસા માટે કામ કરાવતી હતી. સારિકાની માતાનું વર્તન તેમની સાથે સારું નહોતું.

    સારિકા દક્ષિણ ભારતીય અભિનેતા કમલ હસનના પ્રેમમાં હતી

    એકવાર સારિકાએ તેના કામના બદલામાં 1500 રૂપિયાના પુસ્તકો ખરીદ્યા હતા અને આ બાબતે તેની માતાએ તેને ખૂબ માર માર્યો હતો. અભિનેત્રી સારિકાએ માત્ર 5 વર્ષની ઉંમરે બાળ કલાકાર તરીકે ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. બાળપણમાં સારિકા શાળાએ પણ જઈ શકતી ન હતી અને તેથી જ તે ભણતી પણ ન હતી. તેના બધા પૈસા તેની માતા પોતાની પાસે રાખતી હતી. જ્યારે સારિકા મોટી થઈ ત્યારે તે તેની માતાથી અલગ થઈ ગઈ હતી. આ પછી સારિકાએ ઘણી ફિલ્મોમાં અભિનેત્રી તરીકે કામ કર્યું અને પોતાની અલગ ઓળખ બનાવી. આ દિવસોમાં સારિકા દક્ષિણ ભારતીય અભિનેતા કમલ હસન (kamal haasan) ના પ્રેમમાં હતી. જોકે તે સમયે કમલ હસન પહેલેથી જ પરિણીત હતા. પરંતુ કમલ હસને સારિકા સાથે લગ્ન કરવા માટે તેની પ્રથમ પત્નીને છોડી દીધી અને તે સારિકા સાથે રહેવા લાગ્યો. જેના થોડા સમય બાદ બંનેએ લગ્ન કરી લીધા હતા.

    સારિકાએ એક દીકરીને જન્મ આપ્યો બાદમાં કમલ હસન સાથે કર્યા લગ્ન

    તમને જણાવી દઈએ કે, કમલ હસન લગ્ન પહેલા કેટલાક સમય સુધી સારિકા સાથે લિવ-ઈન રિલેશનશિપમાં રહેતા હતા અને આ દરમિયાન સારિકા પ્રેગ્નન્ટ પણ થઈ ગઈ હતી. 1986માં સારિકાએ તેની મોટી દીકરી શ્રુતિ હસનને જન્મ આપ્યો હતો. અને 2 વર્ષ પછી 1988માં સારિકા અને કમલ હસનના લગ્ન થયા. લગ્નના થોડા વર્ષો પછી સારિકાએ તેમની નાની પુત્રી અક્ષરાને જન્મ આપ્યો.

    આ પણ વાંચો - Love Affairs: રીના રોયની સુંદરતામાં મશગુલ હતા શત્રુઘ્ન સિંહા, પત્ની સાથે કર્યો હતો દગો! તૂટતાં-તૂટતાં બચ્યું ઘર

    કમલ હસન સાથે લગ્ન કર્યા બાદ સારિકા તેની સાથે 16 વર્ષ સુધી રહી. પરંતુ વર્ષ 2004માં બંનેના છૂટાછેડા થઈ ગયા અને અલગ થઈ ગયા. એક ઈન્ટરવ્યુ દરમિયાન અભિનેત્રી શ્રુતિ હસને તેના માતા-પિતાના છૂટાછેડા અંગે વાત કરતા કહ્યું હતું કે, તેને લાગે છે કે જો બે લોકો સાથે ખુશીથી નથી રહેતા તો તેઓએ અલગ થઈ જવું જોઈએ. તે તેના માતાપિતાના છૂટાછેડાથી જરાય દુ:ખી નથી. તેના બદલે, તે ખુશ છે કે તેના માતાપિતાએ યોગ્ય નિર્ણય લીધો.
    Published by:kiran mehta
    First published:

    Tags: Bollywood Interesting story, Kamal Haasan

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन