Home /News /entertainment /‘સરદાર ઉધમ સિંહ’ માટે પહેલી પસંદ હતા ઈરફાન ખાન, વિકી કૌશલે કહ્યું- તેમની બરાબરી ન થઈ શકે

‘સરદાર ઉધમ સિંહ’ માટે પહેલી પસંદ હતા ઈરફાન ખાન, વિકી કૌશલે કહ્યું- તેમની બરાબરી ન થઈ શકે

વિક્કી કૌશલને ટાઈપકાસ્ટ હોવા પર ડર નથી લાગતો (ફોટો ક્રેડિટ - Instagram @vickykaushal09)

અભિનેતા વિકી કૌશલ (Vicky Kaushal) ફિલ્મ ‘સરદાર ઉધમ’માં (Sardar Udham Singh) લીડ રોલ કરી રહ્યો છે. ફિલ્મમાં સદગત અભિનેતા ઈરફાન ખાન પહેલી ચોઈસ હતા એ અંગે વિકીએ કહ્યું કે ઈરફાન ખાનની બરાબરી કોઈ ન કરી શકે.

  મુંબઈ. હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં છેલ્લા કેટલાંક સમયથી દેશભક્તિ પર ઘણી ફિલ્મો બની રહી છે. આ વર્ષે 15 ઓગસ્ટે ‘શેરશાહ’ અને ‘ભુજ: ધ પ્રાઈડ ઓફ ઇન્ડિયા’ જેવી ફિલ્મો રિલીઝ થઈ છે જેમાં ‘શેરશાહ’ ફિલ્મને જબરદસ્ત રિસ્પોન્સ મળ્યો છે. હવે ‘ઉરી’ ફેમ એક્ટર વિકી કૌશલ (Vicky Kaushal) સરદાર ઉધમ સિંહની બાયોપિક ‘સરદાર ઉધમ’ (Sardar Udham)માં જોવા મળશે. વિકીએ ‘ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઈક’ ફિલ્મમાં મેજર વિહાન શેરગિલના રોલમાં સૌનું દિલ જીત્યું હતું. આ ફિલ્મ માટે વિકીને ઘણી પ્રશંસા મળી હતી. હવે અભિનેતા ક્રાંતિકારી સરદાર ઉધમ સિંહના રોલમાં જોવા મળશે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ચૂક્યું છે અને લોકોને પસંદ પણ આવ્યું છે.

  આ પણ વાંચો: અરવિંદ ત્રિવેદી અને 'નટુકાકા'ના નિધન પર પીએમ મોદીએ લખ્યું, 'આપણે બે પ્રતિભાશાળી અભિનેતા ગુમાવ્યા'

  વિકી કૌશલે ન્યુઝ 18 ઇન્ડિયાને આપેલા એક ઇન્ટરવ્યુમાં ટાઈપકાસ્ટ થવા બાબતે અને ફિલ્મના કેરેક્ટર વિશે વાત કરી. વિકીએ કહ્યું કે, ‘મારા માટે ફિલ્મ સારી હોય છે અથવા ખરાબ. એ ઓડિયન્સથી કનેક્ટ થાય છે અથવા નથી થતી. હું એવું નથી વિચારતો કે મારી પાસે આટલી દેશભક્તિવાળી ફિલ્મ અથવા આટલી રોમેન્ટિક ફિલ્મ છે. આ મારી પ્રોસેસ નથી. જ્યારે હું એક વાર્તા સાંભળું છું ત્યારે તેનાથી કનેક્શન અનુભવું છું. ભલે મેં એ સ્ટાઈલ પહેલાં કરી હોય, પણ હું ફરી એ કરીશ કેમકે તે એક એવી વાર્તા છે જેની સાથે હું જોડાઈ શકું છું. જ્યારે હું કોઈ ફિલ્મ કરું છું ત્યારે એક દર્શક તરીકે વિચારું છું. મને ટાઈપકાસ્ટ થવાનો ડર નથી કેમકે મને ખબર છે કે મેં જેટલા પણ રોલ કર્યા છે કે કરી રહ્યો છું એ બધા અલગ છે.’

  આ પણ વાંચો: ‘દંગલ’ ફેમ ઝાયરા વસીમે બોલિવુડ છોડ્યા બાદ પહેલી વખત PHOTO શેર કર્યો, ફેન્સે લખ્યું- ‘માશાલ્લાહ’

  વિકી કૌશલે કહ્યું કે સરદાર ઉધમનું પાત્ર ભજવવું બિલકુલ સરળ ન હતું. ‘કેટલાંય ક્રાંતિકારીઓ આપણા ઇતિહાસના પાનાઓમાં ખોવાઈ જાય છે કેમકે તેમનો ઉલ્લેખ ફક્ત એક લાઈન અથવા વધુમાં વધુ એક પેજમાં કરવામાં આવે છે. સરદાર ઉધમ તેમાંના એક હતા. આ એવું પાત્ર છે જેમનો ઉલ્લેખ વિસ્તારમાં નથી થયો. જો તમે પુસ્તકો જોશો તો તમને એક વ્યક્તિની જુદી-જુદી વાર્તાઓ, ઓળખ અને વાતો મળશે. એમાંથી તમે એ વ્યક્તિની સાચી વસ્તુ કઈ રીતે શોધશો? જ્યારે મેં ડિરેક્ટર સાથે ફિલ્મ વિશે ચર્ચા કરી હું સમજી ગયો કે મને સંપૂર્ણપણે તેમના નજરિયા સામે આત્મસમપર્ણ કરી દેવું જોઈએ.’

  આ પણ વાંચો: 'બકો' ઉર્ફે 'કેમ પાર્ટી'એ પૂર્ણ કરી નટુકાકાની અંતિમ ઇચ્છા, મેકઅપ સાથે તેમને કર્યા વિદા

  ઉલ્લેખનીય છે કે, દિવંગત અભિનેતા ઈરફાન ખાન આ ફિલ્મ માટે પહેલી પસંદ હતા. ઈરફાન ખાન એ સમયે કેન્સરની સારવાર લઈ રહ્યા હતા એટલે ડિરેક્ટર શૂજિત સરકારે લીડ કેરેક્ટર માટે વિકી કૌશલને કાસ્ટ કર્યો. વિકી કૌશલ આ અંગે કહે છે, ‘કોઈપણ વ્યક્તિ તેમની બરાબરી કરી શકે તેમ નથી. મારા માટે ઈરફાન સાહેબ દુનિયાના શ્રેષ્ઠ અભિનેતાઓમાંથી એક છે. મારા માટે સન્માનની વાત છે કે મારી આ ફિલ્મ માટે પસંદગી થઈ.
  Published by:Nirali Dave
  First published:

  Tags: Irrfan khan, Sardar Udham, Vicky Kaushal

  विज्ञापन

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन