Home /News /entertainment /

Sardar Udham: જલિયાંવાલા બાગ હત્યાકાંડનો બદલો લેનારા ઉધમ સિંહની બાયોપિક સીધી OTT પર રિલીઝ થશે, જાણો વિગતો

Sardar Udham: જલિયાંવાલા બાગ હત્યાકાંડનો બદલો લેનારા ઉધમ સિંહની બાયોપિક સીધી OTT પર રિલીઝ થશે, જાણો વિગતો

સરદાર ઉધમ સિંહની ભૂમિકામાં વિકી કૌશલ.

Vicky Kaushal અભિનીત ફિલ્મ સરદાર ઉધમ સીધી Amzon Prime Video પર આ તારીખે રિલીઝ થશે

  મુંબઈ. ક્રાંતિકારી સરદાર ઉધમ સિંહે (Sardar Udham Singh) અંગ્રેજ અધિકારી જનરલ ડાયરને (Michael O'Dwyer) મોતને ઘાટ ઉતારીને 13 એપ્રિલ, 1919ના રોજ થયેલા જલિયાંવાલા બાગ હત્યાકાંડનો (Jallianwala Bagh massacre) બદલો લીધો હતો. ‘ઉરી’ ફેમ વિકી કૌશલ (Vicky Kaushal) આ ફિલ્મમાં લીડ રોલ ભજવી રહ્યો છે. ‘સરદાર ઉધમ’નું (Sardar Udham Movie) ઑક્ટોબરમાં ઍમેઝોન પર (Amazon Prime Video) વર્લ્ડવાઈડ પ્રીમિયર થશે.

  ‘ઉરી’ અને ‘મસાન’ ફેમ ઍક્ટર વિકી કૌશલ (Vicky Kaushal)ની અપકમિંગ ફિલ્મ ‘સરદાર ઉધમ’ (Sardar Udham) દેશદાઝથી છલોછલ હશે. આ ફિલ્મ થિએટરને બદલે ઓટીટી પ્લૅટફૉર્મ ઍમેઝોન પ્રાઈમ વિડીયો (Amazon Prime Video) પર રિલીઝ થવાની છે. શૂજિત સરકાર (Shoojit Sircar) નિર્દેશિત પીરિયડ ડ્રામા ‘સરદાર ઉધમ’માં એક દેશભક્ત જાંબાઝના બદલાની વાર્તા જોવા મળશે. ક્રાંતિકારી સરદાર ઉધમ સિંહે અંગ્રેજ અધિકારી જનરલ ડાયરને મોતને ઘાટ ઉતારીને 13 એપ્રિલ, 1919ના રોજ થયેલા જલિયાંવાલા બાગ હત્યાકાંડનો બદલો લીધો હતો. તેમની વાર્તા પડદા પર જોઈને તમે ગર્વ અનુભવશો. વિકી કૌશલ આ ફિલ્મમાં લીડ રોલ ભજવી રહ્યો છે. ‘સરદાર ઉધમ’નું ઑક્ટોબરમાં ઍમેઝોન પર વર્લ્ડવાઈડ પ્રીમિયર થશે.

  ઉધમ સિંહ એક ક્રાંતિકારી હોવા ઉપરાંત મોટર મિકેનિક અને ઍક્ટર પણ હતા. તેમણે 30 માર્ચ, 1940ના લંડનમાં જનરલ ડાયરની હત્યા કરી હતી અને 31 જુલાઈ, 1940ના જ્યારે તેમને ફાંસીએ લટકાવવામાં આવ્યા ત્યારે તેઓ 40 વર્ષના હતા.

  ફિલ્મના નિર્માતા રોની લહિરીએ કહ્યું કે, ‘ઉધમ સિંહની દેશભક્તિ અને પોતાની માતૃભૂમિ પ્રત્યેનો ગાઢ, નિસ્વાર્થ પ્રેમ રજૂ કરતી આ ફિલ્મ બનાવવાની ઘટના બહુ રોમાંચક રહી છે. અગાઉ ક્યારેય ન કહેવાયેલી તેમની વાર્તા પડદા પર રજૂ કરવામાં આખી ટીમની સમજ અને બે દાયકા જેટલું રિસર્ચ ભાગ ભજવે છે. વિકીએ ઉધમ સિંહની અસંખ્ય ભાવનાઓનો વાસ્તવિક સાર સામે લાવવા માટે અથાક પ્રયત્ન કર્યો છે. અમે ઍમેઝોન પ્રાઈમ વિડીયો સાથેના સહયોગને આગળ વધારતાં આ ઐતિહાસિક વાર્તાને દુનિયાભરના દર્શકો સાથે શેર કરવા માટે રોમાંચિત છીએ.’

  આ પણ વાંચો, Mrs. Chatterjee vs Norway: રાની મુખર્જીએ એસ્ટોનિયામાં પોતાની નવી ફિલ્મનું શૂટિંગ કર્યું, કહ્યું- દરેક માને સમર્પિત છે આ ફિલ્મ

  ઍમેઝોન પ્રાઈમ વિડીયોના (Amazon Prime Video) નિર્દેશક અને પ્રમુખ, કન્ટેન્ટ, વિજય સુબ્રમણ્યમે કહ્યું કે, ‘અમે સુનિશ્ચિત કરીએ છીએ કે, ઍમેઝોન પ્રાઈમ વિડીયો પર અમે જે પણ વાર્તા રજૂ કરીએ તે ઊંડાણ અને ભાવનાઓ સભર હોય, જે દર્શકોના દિલમાં જગ્યા બનાવી શકે. ઉધમ સિંહની અનટોલ્ડ સ્ટોરી દુનિયાને બતાવવાની જરૂર છે અને અમને વિશ્વાસ છે કે દર્શકો આ ફિલ્મથી પ્રેરિત થશે. આ ફિલ્મ ભારતીય ઇતિહાસના સૌથી મહાન શહીદોમાંથી એક એવા ઉધમ સિંહના જીવનનું સન્માન કરે છે, જેમના હૃદયદ્રાવક બલિદાને કેટલાંય નિર્દોષોના મૃત્યુનો બદલો લીધો હતો.’

  આ પણ વાંચો, Social, Comedy, Horror અને Thriller...આ અઠવાડિયે આવી રહી છે આ ફિલ્મો અને વેબ સિરીઝ, Kota Factory મોસ્ટ ફેવરિટ

  ‘સરદાર ઉધમ’માં વિકી કૌશલ ઉપરાંત ‘ઑક્ટોબર’ ફેમ બનીતા સંધુ, ‘ટીવીએફ ટ્રિપલિંગ’ ફેમ અમોલ પરાશર, સ્ટિફન હોગન વગેરે કલાકારો છે. ઉલ્લેખનીય છે કે, શૂજિત સરકારની 2020માં આવેલી ફિલ્મ ‘ગુલાબો સિતાબો’ કોરોનામાં ઍમેઝોન પ્રાઈમ વિડીયો પર રિલીઝ થનારી પહેલી મહત્વની ફિલ્મ હતી.
  Published by:Mrunal Bhojak
  First published:

  Tags: Amazon Prime Video, Entertainment, Sardar Udham, Shoojit Sircar, Vicky Kaushal

  આગામી સમાચાર