Home /News /entertainment /શુભમન ગિલની તાબડતોબ બેટિંગ વચ્ચે સારા તેંડુલકરની ખાસ પોસ્ટ, ખૂબ થઇ રહી છે વાયરલ
શુભમન ગિલની તાબડતોબ બેટિંગ વચ્ચે સારા તેંડુલકરની ખાસ પોસ્ટ, ખૂબ થઇ રહી છે વાયરલ
સારા તેંડુલકર શુભમન ગિલના કારણે ચર્ચામાં આવી
Sara Tendulkar Shubman Gill : સચિન તેંડુલકરની દીકરી સારાએ સોશિયલ મીડિયા પર 3 પોસ્ટ શેર કરી છે. આ વચ્ચે તેનું અને શુભમન ગિલનું નામ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યું છે. બંનેના અફેરની પણ ખૂબ ચર્ચા થઇ છે.
Sara Tendulkar Shubman Gill: સચિન તેંડુલકરની દીકરી સારા તેંડુલકરે સોશિયલ મીડિયા પર ત્રણ નવી પોસ્ટ કરી છે. તેણે ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ અપલોડ કરી છે. તેના માધ્યમથી તેણે તે વાતની જાણકારી આપી છે કે તેના નામથી છપાયેલી 2023ની ડાયરી આવી ગઇ છે અને તેને ફેન્સ તેની વેબસાઇટના માધ્યમથી ઓનલાઇન મંગાવી પણ શકે છે.
સારા તેંડુલકર શુભમન ગિલના કારણે પણ ચર્ચામાં
સારા તેંડુલકર આ વચ્ચે શુભમન ગિલની 208 રનની તાબડતોબ બેટિંગના કારણે પણ ચર્ચામાં છે. હકીકતમાં ન્યૂઝીલેન્ડ વર્સેસ ઇન્ડિયાની મેચમાં શુભમન ગિલ જ્યારે ફિલ્ડિંગ કરી રહ્યો હતો, ત્યારે દર્શકો સ્ટેડિયમમાં સારા-સારાની બૂમો પાડતા જોવા મળ્યા હતા. સારાના નામની બૂમો સાંભળીને શુભમન ગિલ પણ દર્શકો તરફ ફકર્યો અને તેમનું હાથ હલાવીને અભિવાદન કર્યુ.
તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. ઘણા લોકો એ વાતને લઇને પણ ઉહાપોહ મચાવી રહ્યાં છે કે તેણે સારા તેંડુલકર માટે આવું કર્યુ કે સારા અલી ખાન માટે તે આવું કરતાં જોવા મળ્યો.
શુભમન ગિલ અને સારા અલી ખાન ઘણીવાર સાથે જોવા મળ્યા
આ વચ્ચે શુભમન ગિલ અને સારા અલી ખાનને ઘણી વખત સાથે જોવામાં આવ્યા છે. બંને છુપાઇને ફ્લાઇટમાં પણ સાથે બેઠેલા જોવા મળ્યા હતા. બંનેને એરપોર્ટ પર પણ સાથે નીકળતા જોવા મળ્યા હતા. બંનેએ જાહેરમાં ક્યારેય સ્વીકાર્યુ નથી કે બંને એકબીજાને ડેટ કરી રહ્યાં છે. બંનેના ઘણા વીડિયો પણ વાયરલ થતા રહે છે.
શુભમન ગિલ અને સારા તેંડુલકરના બ્રેકઅપની ખબરો પણ ચર્ચામાં હતી
શુભમન ગિલનું સારા અલી ખાન પહેલા સારા તેંડુલકર સાથે અફેર હતું તેવી પણ ચર્ચા હતી. જો કે બંનેના બ્રેકઅપની ખબરો પણ આવી હતી. બંનેએ ક્યારેય પોતાના રિલેશનશિપ વિશે જાહેરમાં કંઇ કહ્યું નથી. સારા તેંડુલકર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. તે પોતાની સાથે જોડાયેલી અપડેટ્સ ફેન્સને આપતી રહે છે.
Published by:Bansari Gohel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર