સારા અલી ખાનનો Video Viral, માધુરીના સુપરહિટ ગીત ઉપર કર્યો ડાન્સ

News18 Gujarati
Updated: December 23, 2019, 8:47 PM IST
સારા અલી ખાનનો Video Viral, માધુરીના સુપરહિટ ગીત ઉપર કર્યો ડાન્સ
ફાઈલ તસવીર

વીડિયોમાં સારા અલી ખાન વ્હાઈટ આઉટફિટમાં દેખાઈ રહી છે. અને માધુરીના પોપ્યુલર ટ્રેક એક દો તીન ઉપર ડાન્સ કરતી દેખાય છે.

  • Share this:
મુંબઈઃ બોલિવૂડ અભિનેત્રી (Bollywood actress) સારા અલી ખાનને (Sara ali khan) ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવ્યે હજી એક વરસ થયું હશે. પરંતુ સારાનો ચાહકવર્ગ વિશાળ થતો જાય છે. માત્ર સારાની એક્ટિંગ જ નહીં પરંતુ તેનો અંદાઝ પણ લોકોને ખૂબ જ પસંદ આવે છે. તાજેતરમાં સારા અલી ખાનનો ડાન્સનો એક વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. જેમાં સારા ડાનસ કરી દેખાય છે. સારા ધકધક ગર્લ માધુરી દીક્ષિતના ફેમસ ગીત એક દો તીન ઉપર ડાન્સ કરતી દેખાય છે. ચાહકોને સારાનો આ ડાન્સ ખૂબ જ પસંદ આવ્યો છે.

વીડિયોમાં સારા અલી ખાન વ્હાઈટ આઉટફિટમાં દેખાઈ રહી છે. અને માધુરીના પોપ્યુલર ટ્રેક એક દો તીન ઉપર ડાન્સ કરતી દેખાય છે. આ વીડિયો તાજેતરમાં થયેલા એવોર્ડ કાર્યક્રમનો હતો. આ ઉપરાં વધુ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે પોપ્યુલર સોંગ આંખ મારે ઉપર ડાન્સ કરી રહી છે. હૂટિંગ અને તાલીઓની ગડગડાહટ ઉપરથી અંદાજ લગાવી શકાય છે કે, સારાના ડાન્સ ઉપર હાજર દર્શકોએ ખુબ જ આનંદ ઉઠાવ્યો હતો.

અત્યારના દિવસોમાં સારા અલી ખાન કુલ નંબર-1ના શૂટિંગમાં વ્યસ્ત છે. ફિલ્મમાં એક શેડ્યુલનું શૂટિંગ તાજેતરમાં જ ખતમ થયું છે. સારાએ સોશિયલ મીડિયા ઉપર આ અંગે જાણકારી આપી હતી. આ સાથે તેમમે મેકઅપ દરમિયાનની બે તસવીરો પણ શેર કરી હતી.
કુલી નંબર 1 વર્ષ 1995માં આવેલી ડેવિડ ધવનની ફિલ્મનું રીમેક છે. જેમાં ગોવિંદાએ લીડ રોલ પ્લે કર્યો હતો. જેમાં તેમણે પોતાની કોમેડીથી દર્શકોને ખૂબ હસાવ્યા હતા. તાજેતરમાં આપેલા એક ઈન્ટરવ્યૂ દરમિયાન વરુણ ધવને સારા સાથે પોતાની બોન્ડિંગ અંગે વાત કરતા કહ્યું હતું કે, બંનેસાથે હોય છે ત્યારે પાગલો જેવા કામ કરે છે.
First published: December 23, 2019
વધુ વાંચો
अगली ख़बर