Home /News /entertainment /SARA ALI KHAN: કાર્તિક આર્યન પછી સારા અલી ખાન આ ક્રિકેટરને કરી રહી છે ડેટ? સો.મીડિયા પર વીડિયો વાયરલ
SARA ALI KHAN: કાર્તિક આર્યન પછી સારા અલી ખાન આ ક્રિકેટરને કરી રહી છે ડેટ? સો.મીડિયા પર વીડિયો વાયરલ
સારા અલી ખાન આ ક્રિકેટરને કરી રહી છે ડેટ
SARA ALI KHAN: સારા અલી ખાનનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. શુભમન લંડનમાં બોલિવૂડ અભિનેત્રી સારા અલી ખાનની સાથે જોવા મળ્યો. આ વીડિયોમાં ડિનર ટેબલ પર સારા તથા શુભમન હતાં.
શુભમન ગિલ ભારતીય ક્રિકેટનો ભારતીય ક્રિકેટનો ઉભરતો ખિલાડી છે. ઝિમ્બાબ્વેમાં તેણે શાનદાર સદી ફટકારીને દરેકનું દિલ જીતી લીધું હતું. તો બીજી તરફ તેની લવ લાઈફ ચર્ચામાં છે. રિપોર્ટ્સના અનુસાર, ક્રિકેટ સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકરને ડેટ કરી રહ્યો છે, પરંતુ જે લેટેસ્ટ વીડિયો વાયરલ થયો છે તેમાં તે કોઈ બીજી યુવતી સાથે ડિનર ડેટ કરતો જોવા મળી રહ્યો છે. હવે તમે પણ વિચારમાં પડી ગયા હશો કે સારા તેંડુલકર નથી તો કોણ છે જેના માટે શુભમન ગિલનું દિલ ધડકી રહ્યું છે.
મીડિયા રિપોર્ટ્સના અનુસાર, શુભમન લંડનમાં બોલિવૂડ અભિનેત્રી સારા અલી ખાનની સાથે જોવા મળ્યો. આ વીડિયોમાં ડિનર ટેબલ પર સારા તથા શુભમન હતાં. શુભમન વ્હાઇટ-ગ્રીન ટી શર્ટમાં તથા સારા પિંક આઉટફિટમાં જોવા મળી હતી. બંને વેટરને ઓર્ડર આપતાં હતાં. વાઇરલ વીડિયોમાં યુવતી બોલે છે કે 'સારા બાસ્ટિનમાં'. સારાની સાથે ક્રિકેટર શુભમન છે. યુવતીએ જે બાસ્ટિન રેસ્ટોરાંની વાત કરી એ મુંબઈમાં છે. જોકે અન્ય કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે બંને દુબઈમાં હતાં.
નોંધનીય છે કે સારા અલી ખાનના દાદા નવાબ મન્સૂર અલી ખાન પટૌડી ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રહી ચૂક્યા હતા. સારાને પણ દાદાને કારણે ક્રિકેટમાં ઘણો જ રસ છે.
યુઝર્સે અલગ-અલગ રિએક્શન આપ્યું
સો.મીડિયામાં સારા-શુભમનનો વીડિયો વાઇરલ થતાં જ યુઝર્સે વિવિધ કમેન્ટ્સ કરી હતી. એકે કહ્યું હતું, 'શુભમન ગિલ તો સારા અલી ખાનને ડેટ કરે છે અને આપણે તો કોઈ બીજી જ સારાનું નામ લેતા હતા.' અન્ય એકે કહ્યું હતું, 'ક્રિકેટર સચિન તેંડુલકરની દીકરી સારાથી લઈ ક્રિકેટરની પૌત્રી સુધી, શુભમન ગિલે લાંબો રસ્તો કાપ્યો છે.'
જો કે, બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન ફરી એકવાર અફેરને કારણે ચર્ચામાં છે. સારા અલી ખાનનું નામ રાજકારણી સુશીલ કુમાર શિંદેના દોહિત્ર વીર તથા બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂત સાથે પણ જોડાયું હતું. થોડા સમય પહેલાં સારા અલી ખાન તથા કાર્તિક આર્યન રિલેશનશિપમાં હોવાની વાતો વહેતી થઈ હતી. જોકે હવે સારાનું નામ ક્રિકેટર સાથે જોડાયું છે. સારા તથા ક્રિકેટરની તસવીર વાઇરલ થઈ છે.
Published by:Priyanka Panchal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર