Home /News /entertainment /

એરપોર્ટ પર લિફ્ટની રાહ જોઇ રહી હતી સારા, મીડિયાને જોઇ કર્યું આવું..

એરપોર્ટ પર લિફ્ટની રાહ જોઇ રહી હતી સારા, મીડિયાને જોઇ કર્યું આવું..

સારા અલી ખાન મુંબઇ એરપોર્ટ પર થઇ સ્પોટ

વીડિયોમાં સારા અલી ખાન (Sara Ali Khan) મુંબઇ એરપોર્ટ પર નજર આવી રહી છે. જ્યાં તે પહેલાં લિફ્ટની રાહ જોતી હતી પણ લિફ્ટ આવતી નથી તો તેત સીડીઓ પરથી એરપોર્ટની બહાર જતી રહે છે.

    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન (sara Ali Khan) મુંબઇ એરપોર્ટ પર નજર આવી હતી. ગત દિવસોમાં સુશાંત સિંહ રાજપૂત મોત (Sushant Sigh Rajput Death) મામલો સામે આવી ગયો છે. ડ્રગ્સ કેસમાં સારા અલી ખાનનું નામ સામે આવ્યું હતું. પણ તેમ છતાં પણ તેની ફેન ફોલોઇંગ ઓછી નથી થઇ. આ વચ્ચે સારા અલી ખાનનો એક વીડિયો ખુજબ ઝડપથી વાયરલ થઇ રહ્યો ચે જેમાં તે એરપોર્ટ પર નજર આવી રહી છે.

    વીડિયોમાં સારા મુંબઇ એરપોર્ટ પર છે. જ્યાં તે પહેલાં તો લિફ્ટની રાહ જોતીહતી પણ જ્યારે લિફ્ટ આવતી નથી અને મીડિયા પર્સન્સ આવવા લાગે છે તો તે સીડીઓ એરપોર્ટની બહાર આવતી નજર આવે છે. આ વચ્ચે સારાની એક મહિલા ફેન તેને કોમ્પ્લીમેન્ટ આપે છે અને કહે છે કે, 'મને લાગે છે કે આપ ખુબજ પ્યારી છો.' જેનાં જવાબમાં સારા તે મહિલાનો આભાર માને છે. અને આગળ નીકળી જાય છે. સારાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઇ રહ્યો છે.




    આ વીડિયો સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભયાનીએ તેનાં ઓફિશિલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કર્યો છે. સારાનાં અપકમિંગ પ્રોજેક્ટની વાત કરીએ તો તે વરૂણ ધવનની સાથે 'કૂલી નંબર વન'માં નજર આવશે. આ ફિલ્મ કરિશ્મા કપૂર અને ગોવિંદાની કૂલી નંબર વનની રિમેક છે.

    આપને જણાવી દઇએ કે, સુશાંત સિંહ રાજપૂત મોત મામલે ડ્રગ્સ કેસ ખુલ્યો હતો જેમાં સારા અલી ખાનનું નામ સામે આવ્યું હતું અને NCB સમક્ષ તે હાજર પણ થઇ હતી. જ બાદ તેણે મીડિયાથી દૂરી બનાવી લીધી હતી પણ હવે તે તેનાં જૂના અંદાજમાં પરત આવી ગઇ છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Bollywood actress, NCB, Sara ali khan, મુંબઇ એરપોર્ટ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन