Home /News /entertainment /સારા અલી ખાનનું છલકાયુ દુ:ખ! બ્રેકઅપ પર પહેલીવાર ખુલીને બોલી, કાર્તિક આર્યન કે શુભમન ગિલ કોની તરફ કર્યો ઇશારો?

સારા અલી ખાનનું છલકાયુ દુ:ખ! બ્રેકઅપ પર પહેલીવાર ખુલીને બોલી, કાર્તિક આર્યન કે શુભમન ગિલ કોની તરફ કર્યો ઇશારો?

સારાના રિલેશનશિપ અને બ્રેકઅપની ચર્ચા પણ ઘણી વખત થઈ

સારા અલી ખાનની લવ સ્ટોરી અને બ્રેકઅપ પર ઘણી વખત ચર્ચાઓ થઈ છે. પરંતુ તેણે ક્યારેય આ બાબતે વાત કરી ન હતી, હવે સારાએ પહેલીવાર તેના બ્રેકઅપ વિશે વાત કરી છે.

Sara Ali Khan: સારા અલી ખાન હિન્દી સિનેમાની ટેલેન્ટેડ એક્ટ્રેસીસમાંથી એક છે. તે સૈફ અલી ખાનની દીકરી છે, પરંતુ તેને કોઈ ઓળખની જરૂર નથી. પટૌડી પરિવારની નવાબઝાદીએ સુશાંત સિંહ રાજપૂત સિંહ સાથે બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. આ પછી તે રણવીર સિંહ સાથે સિમ્બામાં પણ જોવા મળી હતી. એક્ટ્રેસ પોતાના નટખટ અંદાજથી લોકોને ખૂબ પ્રભાવિત કરતી રહે છે. હાલમાં જ તેણે ગત વર્ષ 2020 વિશે વાત કરી હતી અને તેને અશુભ પણ ગણાવ્યું હતું.

જોકે સારા અલી ખાન ઘણા મુદ્દાઓ પર વાત કરે છે. તેના રિલેશનશિપ અને બ્રેકઅપની ચર્ચા પણ ઘણી વખત થઈ છે, પરંતુ હવે તેણે ખુલ્લેઆમ તેમના બ્રેકઅપની વાત કરી છે. એક્ટ્રેસે કહ્યું કે વર્ષ 2020 તેની ફિલ્મી કરિયર અને પર્સનલ લાઇફ માટે ખૂબ જ અશુભ રહ્યું. સારાએ કહ્યું હતું કે 2020ની શરૂઆતમાં જ તેનું બ્રેકઅપ થયું હતું.

આ પણ વાંચો:  Video: ઉર્ફી જાવેદે પોતાને ગિફ્ટ કરી આટલી મોંઘીદાટ બ્રાન્ડ ન્યૂ કાર, કિંમત જાણીને રહી જશો દંગ

સારા અલી ખાને તાજેતરમાં રણવીર અલ્લાહબાદિયાના પોડકાસ્ટ શોમાં ઘણી વાતો કરી હતી. આ દરમિયાન તેણે કહ્યું કે, વર્ષ 2020 તેના માટે સૌથી ખરાબ વર્ષોમાંથી એક રહ્યું છે. તેની શરૂઆત મારા બ્રેકઅપથી થઈ, ત્યારબાદ ફિલ્મો ન ચાલી જે પણ નિરાશાજનક હતી. આ વર્ષનો મોટાભાગનો સમય ઈન્ટરનેટ પર વિત્યો, લવ આજ કલમાં મારા ખરાબ પ્રદર્શનને કારણે મને ટ્રોલનો પણ સામનો કરવો પડ્યો. આગળ સારાએ કહ્યું, કેટલીકવાર તમને લાગે છે કે તમે તેના લાયક છો, જ્યારે બધું ખૂબ જ ખરાબ થઈ જાય છે.

સારા અલી ખાને આગળ કહ્યું, 'સોશિયલ મીડિયા પર ઘણું સહન કર્યું અને જોયું, પરંતુ તેનાથી કોઈ ફરક પડતો નથી. તમે કદાચ ઉદાસી, થાકેલા, ડરેલા, નર્વસ હશો, જ્યારે સોશિયલ મીડિયા પર 20 લોકો આ વાંચી રહ્યા હોય ત્યારે શું વાંધો છે અને તમારો ગુસ્સો અંદરથી જ્વાળામુખીની જેમ ફૂટી રહ્યો છે કારણ કે તમે પોતે જ ખૂબ પરેશાન છો. તેનાથી કોઈ ફરક પડતો નથી'.

આ પણ વાંચો:  આંખોના એક ઇશારાથી રાતોરાત બની સ્ટાર, હવે કરાવ્યું એવું HOT ફોટોશૂટ કે ફેન્સના વધી ગયા ધબકારા



તમને જણાવી દઈએ કે ફિલ્મ લવ આજ કલના શૂટિંગ દરમિયાન સારા અલી ખાન અને કાર્તિક આર્યન એકબીજાને ડેટ કરી રહ્યા હોવાની ઘણી ચર્ચાઓ થઈ હતી. ત્યારબાદ થોડા સમય પહેલા આ એક્ટ્રેસનું નામ ક્રિકેટર શુભમન ગિલ સાથે પણ જોડાયું હતું.
First published:

Tags: Kartik aaryan, Sara Ali Khan Instagram, Sara ali Khan News Movie, Shubman Gill