Home /News /entertainment /SARA ALI KHANએ ભાઇઓ અને પિતાની સાથે શેર કર્યો ફેમિલી PHOTO
SARA ALI KHANએ ભાઇઓ અને પિતાની સાથે શેર કર્યો ફેમિલી PHOTO
સારા અલી ખાન પરિવારની સાથે
ઇદનાં સમયે અબ્બા સૈફ અલી ખાન (Saif Ali Khan)નાં ઘરે પહોંચી સારા અલી ખાન (Sara Ali Khan) આ સમયે ઘણો ખુશ નજર આવે છે. જાણો તેને એક ફેમિલી ફોટોની સાથે એક સ્પેશલ નોટ પણ શેર કરી છે.
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: સારા અલી ખાન (Sara Ali Khan) સોશિયલ મીડિયા (Social Media) પર ઘણી જ એક્ટિવ રહે છે. તસવીર દ્વારા તે તેનાં ફેન્સને એન્ટરટેઇન કરે છે. ઇદનાં દિવસે તેણે એક મોટુ સરપ્રાઇઝ ફેન્સને આપ્યું છે. ઇદનાં દિવસે તેણે એક તસવીર શેર કરી છે. જેમાં કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan)નાં બંને દીકરા તૈમૂર અલી ખાન (Taimur Ali Khan) અને બેબી જેહ (Baby Jeh) સારા અને તેનાં ભાઇ ઇબ્રાહિમ અલી ખાન (Ibrahim Ali Khan)ની સાથે નજર આવી રહ્યો છે. તસવીરની સાથે તેણે તેનાં ફેન્સ માટે સ્પેશલ નોટ પણ શેર કરી છે. જે ખુબજ વાયરલ થઇ રહી છે.
ઇદનાં સમયે અબ્બા સૈફ અલી ખાન (Saif Ali Khan)નાં ઘરે સારા અલી ખાન (Sara Ali Khan) આ સમયે ખુબજ ખુશ નજર આવે છે. તસવીર દ્વારા ફેન્સને ઇદ મુબારકની શુભેચ્છાઓ પાઠવી છે. તેણે લખ્યું છે, 'ઇદ મુબારક અલ્લાહ તમામને શાંતિ, સમૃદ્ધિ અને સકારાત્મકતા આપે.. ઇંશાઅલ્લાહ આપણાં સૌ માટે ઉત્તમ સમયની આશા કરે છે. #staysafe #grattitude.'
તસવીરોમાં આપ જોઇ શકો છો કે, તૈમૂર પાપા સૈફનાં ખોળામાં બેઠેલો છે. અને ઇબ્રાહિમ જમીન પર, તો સારા અલી ખાનનાં ખોળામાં નાનો ભાઇ જેહ છે. જોકે, પિક્ચરને શેર કરતાં સારાએ બેબી જેહનાં ચહેરા પર ઇમોજી લગાવી દીધી છે.
સારાની આ તસવીર સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઇ રહી છે, જ્યાં એક તરફ લોકો તમામને ઇદનાં વધામણાં આપી રહ્યાં છે, તો કેટલાંક એવાં પણ છે જે જેહનાં ચહેરો હજુ સુધી ન દેખાડવા પર નારાજ છે. અને કહે છે કે, હવે બહું સમય થયો ચેહરો રિવીલ કરી દેવો જોઇએ.
સારા અલી ખાનની સોશિયલ મીડિયા પર મોટી ફેન ફોલોઇંગ છે. અને તે એકલો જ ઇન્સ્ટાગ્રામ પર આશે 33.6 મિલિયન ફોલોઅર્સ છે. તે ઘણી વખત પ્રશંસકોની સાથે સોશિયલ મીડિયા પર તેની 'સારા કી શાયરી' શેર કરતી રહેતી હોય છે. અને લોકો તેને લાઇક પણ કરતાં હોય છે.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર