SARA ALI KHAN માટે ફોટોગ્રાફર બન્યો AKSHAY KUMAR, 'અતરંગી રે'નાં સેટ પર જુઓ PHOTO

(PHOTO: @saraalikhan95)

સારા અલી ખાન (Sara Ali Khan)ની આ તસવીરો તની અપકમિંગ ફિલ્મ 'અતરંગી રે'નાં સેટ પરની છે. આ તસવીરની એક ખાસ વાત એ છે કે, તે તવસીરો કોઇ અન્યએ નહીં પણ ખુદ અક્ષય કુમાર (Akshay Kumar)એ ક્લિક કરી છે.

  • Share this:
    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડમાં સારા અલી ખાન (Sara Ali Khan) એ 2018માં કેદારનાથ (Kedarnath)થી ફિલ્મોમાં કદમ મુક્યો હતો. અને ત્રણ વર્ષમાં જ તેણે ઇન્ડસ્ટ્રીમાં તેની અલગ જગ્યા બનાવી લીધી છે. બોલિવૂડમાં સારા અલી ખાન (Sara Ali Khan Photos) 3 જ મૂવી જૂની છે. પણ તેની શાનદાર એક્ટિંગથી તેણે તેની ખાસ ઓળખ બનાવી લીધી છે. આ ઉપરાંત સોશિયલ મીડિયા પર તે ઘણી જ એક્ટિવ રહે છે. અને તેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. એવામાં એક વખત ફરી જોવા મળ્યો છે.

    (PHOTO: @saraalikhan95)


    સારા અલી ખાને સોશિયલ મીડિયા પ્લેટફર્મ ઇન્સ્ટાગ્રામ પર તેની એક ખુબજ સુંદર ફોટો શેર કરી છે. જે હવે ચર્ચામાં હતી. એક્ટ્રેસની આ તસવીર તેની અપકમિંગ ફિલ્મ 'અતરંગી રે'નાં સેટ પરની છે. જેમાં સારાની સુંદરતા તેનાંત ફેન્સની વચ્ચે ચર્ચામાં છે. પણ આ તસવીરોની ખાસ વાત એ છે કે, સારાની આ તસવીરો અન્ય કોઇએ નહીં પણ ખુદ અક્ષય કુમારે ક્લિક કરી છે. આ વાતની માહિતી સારા અલી ખાને પોતે આપી છે.

    ફોટોની સાથે સારાએ કેપ્શનમાં લખ્યું છે, સારાની આ તસવીર અક્ષય કુમારે ક્લિક કરી છે. ફોટો શેર કરતાં સારા અલી ખાને કેપ્શનમાં લખ્યું છે કે, 'વિચાર્યું, આ દિવસ ક્યારેય પૂર્ણ નહીં થાય. #bts #atrangire' ફોટો અક્ષય કુમાર સર.' સારાની આ તસવીર ખુબજ નજદીકથી લેવામાં આવી છે. જેમાં તેમનાં બાળકોનો માસૂમ ચહેરો તેનાં ફેન્સને ઘણો પસંદ આવી રહ્યો છે. ઘણાં યૂઝર્સે કમેન્ટ કરતાં સારાની સુંદરતા અને તેની આંખોનાં વખાણ કર્યા છે.

    આ પણ વાંચો- દિલીપ કુમારને અંતિમ વિદાય આપતા સમયે પાર્થિવદેહને ગળે લગાવી ખુબ રડ્યા સાયરા બાનો

    વર્કફ્રન્ટની વાત કરીએ તો સારા અલી ખાનની અક્ષય કુમાર સાથે વાળી 'અતરંગી રે'નું શૂટિંગ પૂર્ણ થઇ ગયુ છે. ફિલ્મમાં સારા અને અક્ષય ઉપરાંત સાઉથ સિનેમાનાં સુપરસ્ટાર ધનુષ પણ નજર આવશે. 'અતરંગી રે' ઉપરાંત સારની પાસે આદિત્ય ધરની 'ધ ઇમોર્ટલ્સ ઓફ અશ્વત્થામા' છે. જેમાં તેની સાથે વિક્કી કૌશલ નજર આવશે. આ ઉપરાંત આનંદ એલ રાયની 'નખરેવાલી' પણ સારાની ઝોળીમાં જ છે.
    Published by:Margi Pandya
    First published: