કરણ જોહરના બાથરૂમમાં આવું કામ કરતી હતી સારા અલી ખાન, અક્ષય-ધનુષની 'અતરંગી રે' સાથે જોડાયેલો મામલો
કરણ જોહરના બાથરૂમમાં આવું કામ કરતી હતી સારા અલી ખાન, અક્ષય-ધનુષની 'અતરંગી રે' સાથે જોડાયેલો મામલો
સારા અલી ખાન અને કરણ જોહર
કરણ જોહર (Karan Johar) ફરી એકવાર પોતાનો સૌથી ચર્ચિત શો 'કોફી વિથ કરણ' લઈને આવ્યો છે. સારા અલી ખાન (Sara Ali Khan) અને ધનુષ (Dhanush) તેમની ફિલ્મ 'અતરંગી રે' (Atrangi Re)ના પ્રમોશન માટે કરણના શો પર પહોંચ્યા હતા
કરણ જોહર (Karan Johar) ફરી એકવાર પોતાનો સૌથી ચર્ચિત શો 'કોફી વિથ કરણ' લઈને આવ્યો છે. સારા અલી ખાન (Sara Ali Khan) અને ધનુષ (Dhanush) તેમની ફિલ્મ 'અતરંગી રે' (Atrangi Re)ના પ્રમોશન માટે કરણના શો પર પહોંચ્યા હતા, જ્યાં બંનેએ ખૂબ જ મસ્તી કરી હતી. સાથે સાથે ઘણા ખુલાસા પણ થયા હતા. આ દરમિયાન સારાએ ખુલાસો કર્યો કે, તે સ્વયંવર કરવા માંગે છે. આ દરમિયાન તેણે પોતાની પસંદગીના ચાર છોકરાઓના નામ પણ જણાવ્યા.
કરણ જોહર શા માટે ચોંકી ગયો?
સારા અલી ખાન આ દિવસોમાં પોતાની ફિલ્મ 'અતરંગી રે'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. પ્રમોશન દરમિયાન તે જ્યાં પણ જાય છે, તે ફિલ્મના ચકા ચકા ગીત પર પોતાની કમર જરૂર મટકાવે છે. કરણ જોહરના શો 'કોફી વિથ કરણ'માં આ ગીત વિશે એવો ખુલાસો કર્યો હતો, જેને સાંભળીને કરણ જોહર પણ ચોંકી ગયો હતો.
કરણ જોહરે આ ગીત ગોવામાં સાંભળ્યું હતું
કરણ જોહર સારા સાથે રહે છે કે, હું આ ગીત વિશે જાણું છું અને જ્યારે અમે ગોવામાં હતા ત્યારે મેં તેને અગાઉ સાંભળ્યું હતું. શું આ એ જ ગીત છે જેના માટે સારા તેના આસિસ્ટન્ટ કોરિયોગ્રાફર સાથે ગોવા આવતી હતી જ્યાં તે રહેતી હતી?
સારા કરણ જોહરનું બાથરૂમ આ કારણે વાપરતી હતી
કરણની વાતના જવાબમાં સારા અલી ખાને માથું હલાવીને જવાબ આપ્યો. કરણે વધુમાં કહ્યું કે, જ્યારે મેં આ ગીત સાંભળ્યું ત્યારે મને યાદ આવ્યું કે, અરે આ એ જ ગીત છે જેનું સારા રોજ રિહર્સલ કરતી હતી. સારાએ તરત જ કહ્યું કે, તમારા બાથરૂમમાં. હું તમને આ કહેવા માંગતી ન હતી પરંતુ હવે હું કહી શકું છું. તમારા રૂમનો અરીસો ઘણો નાનો હતો પણ બાથરૂમનો અરીસો વિશાળ હતો. કરણ ચોંકી જાય છે અને કહે છે કે તમે મારા બાથરૂમમાં ચકા-ચકિંગ કરતા હતા?
સારાએ લોકડાઉન બાદ 'ચકા ચક' શૂટ કર્યું હતું
સારાએ જણાવ્યું કે, લોકડાઉનમાં છૂટછાટ મળ્યા બાદ તેણે શૂટ કરેલ પહેલું ગીત ચકા ચક હતું. અમે છ મહિનાથી લોકડાઉનમાં હતા અને તે પછી મેં આ પહેલું કામ કર્યું. ઉપરાંત, આ પહેલા હું ક્યારેય મદુરાઈ કે દક્ષિણના કોઈપણ સ્થળે ગઈ ન હતી.
શોમાં કરણ જોહરે સારાને ચાર લોકોના નામ જણાવવા કહ્યું કે, જેની સાથે તમે સ્વયંવર બનાવવા માંગો છો? તેના જવાબમાં સારાએ કહ્યું, 'રણવીર સિંહ, વિજય દેવેરાકોંડા, વિક્કી કૌશલ અને વરુણ ધવન.' સારાનો જવાબ સાંભળીને કરણ હસ્યો અને કહ્યું, 'આ બધાની પત્નીઓ પણ આ શો જોતી જ હશે, હું માત્ર તમને કહી રહ્યો છું.'
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર