સારા અલી ખાન હાલ કાશ્મીરની ટ્રીપ પર છે (તસવીર - સારા અલી ખાન ઇન્સ્ટાગ્રામ)
Sara Ali Khan latest pics- સારા અલી ખાન હાલ કાશ્મીરની ટ્રીપ પર છે અને ત્યાં અભિનેત્રીએ બધા ધર્મસ્થાનો પર જઈને પ્રાર્થના કરી છે. તેની આ લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ પોસ્ટે સૌનું ધ્યાન ખેંચ્યું છે
મુંબઈ : સારા અલી ખાન (Sara Ali Khan)હાલમાં કાશ્મીરની (Kashmir)વાદીઓમાં મિત્રો સાથે પ્રવાસનો આનંદ માણી રહી છે. 35 મિલિયનથી પણ વધુ ફોલોઅર્સ ધરાવતી સારા અલી ખાન પોતાના ચાહકો માટે ફોટોઝ અને વીડિયો શેર કરી રહી છે. આમ તો બધાંને ખબર છે કે સારા અલી ખાન હિંદુ અને મુસ્મિલ બંને ધર્મોનું અત્યંત સમ્માન કરે છે. પરંતુ અભિનેત્રીએ આ બંને ધર્મો ઉપરાંત બાકીના ધર્મ સાથે પણ પોતાને જોડી છે. સારાની લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ (Sara Ali Khan Instagram)પોસ્ટે સૌનું ધ્યાન ખેંચ્યું છે અને તેને વખાણી છે. આ પોસ્ટના માધ્યમથી સારાએ બહેતરીન સંદેશો આપ્યો છે કે કઈ રીતે ધર્મ તમને સાથે રાખી શકે છે.
સારાએ આ ફોટો સાથે કેપ્શન આપ્યું છે કે, ‘અગર ફિરદૌસ બર રૂ-એ ઝમીં અસ્ત, હમીં અસ્ત-ઓ હમીં અસ્ત-ઓ એટલે કે જો ધરતી પર ક્યાંય જન્નત છે તો એ અહીં જ છે, અહીં જ છે.’ આ સાથે સારાએ અંગ્રેજી અને હિન્દીમાં લખ્યું છે કે- ‘સર્વ ધર્મ સમભાવ.’ આ પોસ્ટમાં અભિનેત્રી મંદિર, મસ્જિદ, ચર્ચ અને ગુરુદ્વારામાં પ્રાર્થના કરતી જોવા મળે છે. સારા અલી ખાનની આ પોસ્ટ વાયરલ થઈ રહી છે અને તેના પર અન્ય સેલિબ્રિટીઓ ઉપરાંત ચાહકોની એક પછી એક કોમેન્ટ આવી રહી છે. બોલિવુડ એક્ટ્રેસ ઝરીન ખાને કમેન્ટ કરી છે કે, ‘આ બહુ જ સુંદર છે, સારા અલી ખાન.’ તો સારાના ફઈ સબા અલી ખાને લખ્યું કે, ‘અબ્બા માટે દુઆ કરજે.’ જણાવી દઈએ કે, આજે સારાના દાદા નવાબ મન્સૂર અલી ખાનની પુણ્યતિથિ છે.
સારાએ કાશ્મીરમાં ભારતીય જવાનો સાથે પણ મુલાકાત કરી હતી. સારાએ શેર કરેલા ફોટોમાં તિરંગો લહેરાતો દેખાય છે. સારા જવાનો સાથેની આ મુલાકાત માટે બહુ ઉત્સાહિત હતી. આ ફોટો શેર કરીને લખ્યું હતું કે, ‘એ હીરોઝને મળીને હું બહુ ઉત્સાહિત છું જે આપણને સુરક્ષિત મહેસૂસ કરાવે છે. તમે અમારા માટે જે પણ કરો છો એ માટે તમારો ખૂબ-ખૂબ ધન્યવાદ. જય હિન્દ.’
સારાની ફિલ્મ કારકિર્દી વિશે વાત કરીએ તો છેલ્લે ‘કૂલી નંબર 1’ની રિમેકમાં જોવા મળી હતી. હવે આ એક્ટ્રેસ આનંદ એલ. રાયની ફિલ્મ ‘અતરંગી રે’માં જોવા મળશે. આ ફિલ્મમાં સારા અલી ખાન સાથે અક્ષય કુમાર અને સાઉથનો સુપરસ્ટાર ધનુષ મુખ્ય રોલ ભજવી રહ્યા છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર