રાજનેતાના પૌત્રના પ્રેમમાં પાગલ હતી સારા અલી ખાન, કર્યો આવો ખુલાસો

સારાએ તેની લવ લાઇફ અંગે ચોંકાવનારો ખુલાસો કર્યો

હાલમાં જ સારાએ તેની લવ લાઇફ અંગે ચોંકાવનારો ખુલાસો કર્યો હતો

  • Share this:
    ન્યૂઝ18 ગુજરાતી: બોલિવૂડ અભિનેત્રી સારા અલી ખાન આજકાલ તેની ફિલ્મ 'સિમ્બા'ની સફળતા બાદ ચર્ચામાં છે. સાથે જ સારા તેના નિવેદનો અને બિન્દાસ અંદાજને લઇને ઓળખાય છે. હાલમાં જ સારાએ તેની લવ લાઇફ અંગે ચોંકાવનારો ખુલાસો કર્યો હતો.

    સારા અલી ખાને એક ઇન્ટરવ્યુમાં તેની લવ લાઇફ અંગે વાત કરી હતી. સારાએ જણાવ્યું કે તે એક રાજનેતાના પૌત્રને ડેટ કરતી હતી. સારા તેની સાથે થોડા સમય માટે રિલેશનશિપમાં હતી. સારાએ રિલેશનશિપ અંગે આગળ જણાવતાં કહ્યું કે, મારું દિલ ક્યારેય તૂટ્યું નથી, પરંતુ એ પછી મેં કોઇને ડેટ કર્યો નથી. એ સમયથી જ હું સિંગલ છું. સારા અલી ખાન રાજનેતા સુશીલ કુમાર શિંદેના પૌત્ર વીર પહાડિયા સાથે રિલેશનશિપમાં હતી.


    આ પણ વાંચો: સિમ્બા ગર્લ સારા મુંબઇની સડકો પર આવા અંદાજમાં થઇ ક્લિક

    ઉલ્લેખનીય છે કે, કરન જોહરના શો 'કોફી વિથ કરન'માં સૈફ અલી ખાને જણાવ્યું કે, તે સારાના બોયફ્રેન્ડને મળી ચૂક્યો છે અને બન્નેએ સાથે ડ્રિંક પણ કર્યું હતું. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો સારા વર્ષ 2016માં વીરને ડેટ કરતી હતી. જ્યારે એક વર્ષ પછી તેઓ અલગ થયા હતા.
    Published by:Azhar Patangwala
    First published: