આવી રીતે થઇ હતી SARA અને SUSHANTનાં Sweetheart ગીતની તૈયારી, જુઓ VIDEO

PHOTO- Instagram/saraalikhan95/sushantsinghrajput)

સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) નો એક થ્રોબેક વીડિયો (Throwback Video) સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે જેમાં સારા અલી ખાન (Sara Ali Khan)ની સાથે તે ડાન્સ કરતો નજર આવે છે.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ને ગયે એક વર્ષથી વધુ સમય થઇ ગયો પણ તે તેનાં ફેન્સનાં દિલમાં હમેશાં જીવતો રહેશે. એક્ટરનાં ફેન્સ ઘણી વખત તેનાં સાથે જોડાયેલી તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતારં રહે છે. હાલમાં એક્ટરનો થ્રોબેક વીડિયો (Sushant Singh Rajput Throwback Video) સામે આવ્યો છે. જે ફિલ્મ 'કેદારનાથ' (Kedarnath)ના ગીત 'સ્વીટહાર્ટ' (Sweetheart)નાં શૂટ સમયનો છે. આ વીડિયોમાં સુશાંત સારા અલી ખાન (Sara Ali Khan) સાથે ડાન્સ કરતો નજર આવી રહ્યો છે.

  આ પણ વાંચો- Neeraj Chopra ગોલ્ડ જીતતાની સાથે જ અક્ષય કુમાર થયો ટ્વીટર પર ટ્રેન્ડ, જાણો કારણો

  વીડિયોમાં સુશાંત સારાની સાથે ડાન્સ કરતો નજર આવી રહ્યો છે. વીડિયો જોઇને લાગે છે કે તેઓ 'સ્વીટહાર્ટ' સોન્ગનું રિહર્સલ કરી રહ્યાં છે. વીડિયોની શરૂઆતમાં સુશાંત ગ્રુપમાં ડાન્સ કરતો નજર આવે છે. કેટલાંક સ્ટેપ્સ બાદ સારા ડાન્સમાં શામેલ થાય છે. ડાન્સ દરમિયાન સારા અને સુશાંતની જુગલબંદી નજર આવે છએ. સુશાંત સંપૂર્ણ ડાન્સમાં ડુબેલો નજર આવે છે.  સુશાંતનો આ વીડિયો આશરે ત્રણ વર્ષ જૂનો છે. જેનાં પર સાડા સાત લાખથી વધુ વ્યૂઝ છે. સારા અને સુશાંતે સાથે ફિલ્મ 'કેદારનાથ'થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. દર્શકોને તેમની જોડી ખુબજ પસંદ છે. તે અસલ જીવનમાં પણ સારા મિત્રો હતાં. અને તેમનાં અફેરને કારણે ચર્ચામાં રહ્યાં હતાં.

  આ પણ વાંચો- ટીવી એક્ટર અનુપમ શ્યામનું નિધન, ટીવી શો પ્રતિજ્ઞામાં ઠાકુર સજ્જનસિંહના રોલથી થયા હતા ફેમસ

  જોકે, સારાએ આ મુદ્દે ક્યારેય વાત નથી કરી. પણ એક્ટરનાં નિકટનાં લોકોનું માનવું છે કે, તે બંને એકબીજાની ઘણી નિકટ હતાં. સુશાંતનાં નિધનની તપાસમાં જ્યારે બોલિવૂડ ડ્રગ્સ એંગલ સામે આવ્યું હતું ત્યારે સારાનું નામ પણ ઉછળ્યું હતું અને તેની આ મામલે પૂછપરછ પણ થઇ હતી.

  આ પણ વાંચો-Taarak Mehta:એક નજરે ઓળખી નહીં શકો જેઠાલાલ, પોપટલાલ અને ભીડેને, જુઓ આ Unseen Photos

  સારા અલી ખાન અને સુશાંત સિંહ રાજપૂતનું નામ ત્યારે વધુ ચર્ચાયુ હતું જ્યારે સુશાંતનાં નિધન બાદ સામે આવ્યું હતું કે, સારા તેની સાથે બેંગકોક ફરવા ગઇ હતી અને તેઓએ અહીં સાથે પાંચ દિવસ વિતાવ્યાં હતાં. આ સમયે બંનેનું અફેર ફિલ્મ 'કેદારનાથ' વખતે હતું તે વાત સામે આવી હતી. જોકે ક્યારેય સારા કે સુશાંતે આ વાતનો સ્વીકાર કર્યો ન હતો.  સુશાંત સિંહ રાજપૂતનાં નિધન બાદ પણ તેનાં ફેન્સ તેની સાથે જોડાયેલી તસવીરો અને વીડિયો શેર કરી તેને યાદ કરતાં રહેતાં હોય છે.
  Published by:Margi Pandya
  First published: