સારા અલી ખાને કઢાવી ડાહપણની દાઢ, શેર કર્યો મજેદાર VIDEO

સારા અલી ખાને કઢાવી ડાહપણની દાઢ, શેર કર્યો મજેદાર VIDEO
સારાએ કઢાવી ડાહપણની દાઢ

સારા અલી ખાન (Sara Ali Khan) હાલમાં ડાહપણની દાઢ (Wisdom Teeth) કાઢવા હોસ્પિટલ ગઇ હતી આ દરમિયાન હિન્દી કોમેન્ટ્રી કરતો તેણે એક વીડિયો શેર કર્યો હતો. આ વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થઇ રહ્યો છે.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: સારા અલી ખાન (Sara Ali Khan) તેનાં ફેન્સ સાથે તેની પર્સનલ લાઇફ અંગે પણ અવાર નવાર શેર કરતી રહે છે. સારા તેનાં બિન્દાસ અંદાજ માટે પણ જાણીતી છે. તેણે આ અંદાજને કારણે તે સોશિલ મીડિયા પર છવાયેલી રહે છે. ફેન્સ સારાનાં લૂક તેની પર્સનાલિટી તેની પર્સનલ લાઇફ અંગે જાણવામાં પણ રસ ધરાવે છે. હાલમાં જ સારાએ તેનો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં સારા તેની ડાહપણની દાઢ (Wisdom Teeth) કઢાવતી નજર આવે છે.

  સારા અલી ખાન (Sara Ali Khan)એ તેની ડાહપણની દાઢ કઢાવતો એક વીડિયો શેર કર્યો છે આ વીડિયોમાં તે હિન્દીમાં કમેન્ટ્રી કરતી નજર આવે છે. તે એક્સ્ટ્રેક્સનને હિન્દી શબ્દ માટે વલખા મારતી નજર આવે છે. ફેન્સને તેનો આ મજાકિયા અંદાજ પસંદ આવ્યો છે. તેણે સર્જરી બાદ ફેન્સને તેની જાણકારી આપી છે. તે વીડિયોમાં કહેતી નજર આવે છે કે, નમસ્તે દર્શકો, સોરી હું આટલી સારી રીતે વાત નથી કરી શકી રહી. મને મારા દરેક વાક્યમાં હસવું આવી રહ્યું છે ડો. શેટ્ટી અમારી સાથે છે. તે મારા જ્ઞાની દાંતનાં... ઉદ્ધાટન બોલવાની હતી. પણ મને નથી લાગતો કે તે યોગ્ય શબ્દ છે. તેનો અર્થ લોન્ચ થાય છે.. સાચુ કહ્યું ને... એક્સ્ટ્રેક્શન ક્યા હૈ?

  ડેન્ટિસ્ટનાં ઉકસવવાં પર સારા કહે છે કે, 'ઉખાડવાનાં છે. આ આજનાં દિવસનો પ્લાન છે. મારી માતાનાં જન્મ દિવસ પર મે કંઇક ખાધુ હતું...' જે બાદ એનેસ્થીસિયાની અસરથી સારા બેભાન થવા લાગે છે. ડોક્ટર તેને ઓફરેશન બાદ તેની વાત ચાલુ કરવાં કહે છે.

  દાંત કઢાવ્યાં બાદ સારા રોમાંચિત થઇ કહે છે કે, 'નમસ્તે દર્શકો. અમારી સર્જરી થઇ ગઇ છે. બધુ કુશળ મંગલ છે. તેણે ડોક્ટર અને તેમની ટીમનો આભાર માન્યો છે.' સારાનાં વર્કફ્રન્ટની વાત કરીએ તો હાલમાં તેઓ વરૂણ ધવનની સાથે કુલી નંબર વનની રિમેકમાં નજર આવી હતી. આ ફિલ્મે કંઇ ખાસ પ્રદર્શન નહોતું કર્યું પણ સારા અને વરૂણની જોડીને ફેન્સે ઘણી પસંદ કરી હતી. અક્ષય કુમાર અને ધનુષ સાથે તે આનંદ એલ રાયની 'અતરંગી રે'માં નજર આવી હતી. સારા હાલમાં ઘણી બધી બ્રાન્ડસનું એન્ડોર્સમેન્ટ કરે છે. આ સાથે જ ફિલ્મોથી વધુ સારા એડવર્ટાઇઝમેન્ટમાં નજર આવે છે. ફેન્સને સારાની આવનારી ફિલ્મોનો ઇન્તેઝાર છે.
  Published by:Margi Pandya
  First published:February 11, 2021, 15:02 pm

  ટૉપ ન્યૂઝ