Home /News /entertainment /લક્ઝરી કાર છોડી સારાએ અલ્ટોમાં મુસાફરી કરી,લોકો કહ્યું- સેલમાં મળી છે કે શું?

લક્ઝરી કાર છોડી સારાએ અલ્ટોમાં મુસાફરી કરી,લોકો કહ્યું- સેલમાં મળી છે કે શું?

સારાએ અલ્ટોમાં મુસાફરી કરી

સારા અલી ખાન (Sara Ali Khan)નો એક નવો વીડિયો વાયરલ થયો છે, જે તેના ફેન્સને ઘણો પસંદ આવી રહ્યો છે. આ વીડિયો તે સમયે શૂટ કરવામાં આવ્યો જ્યારે સારા અલી ખાન પોતાના જિમથી બહાર નીકળી રહી હતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ લોકોએ અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયા આપવાનું શરૂ કરી દીધું છે.

વધુ જુઓ ...
    સારા અલી ખાન (Sara Ali Khan)નો એક નવો વીડિયો વાયરલ થયો છે, જે તેના ફેન્સને ઘણો પસંદ આવી રહ્યો છે. આ વીડિયો તે સમયે શૂટ કરવામાં આવ્યો જ્યારે સારા અલી ખાન પોતાના જિમથી બહાર નીકળી રહી હતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ લોકોએ અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયા આપવાનું શરૂ કરી દીધું છે. આ વીડિયોમાં સારા પોતાની લક્ઝરી કાર છોડી મારુતિ અલ્ટોની કારમાં સવારી કરતા જોવા મળી રહી છે.

    મારુતિ અલ્ટોમાં મુસાફરી કરતી જોવા મળી સારા


    તમને જણાવી દઈએ કે, સારા અલી ખાન હાલમાં જ પોતાની લક્ઝરી કારને છોડીને મારુતિ અલ્ટોમાં મુસાફરી કરતા જોવા મળી. આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયો જોયા પછી લોકોના મનમાં એ સવાલ થઈ રહ્યા છે કે આખરે પટૌડી પરિવારની લાડલી અને આટલી ફેમસ એક્ટ્રેસ સારા અળી ખાન મારુતિ અલ્ટોમાં કેમ સફર કરી રહી છે.

    આ પણ વાંચોઃસારા અલી ખાનનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ, અભિનેત્રીની હરકત જોઈ નેટીઝન્સમાં રોષ

    જિમની બહાર સ્પોટ થઈ સારા અલી ખાન


    હકીકતમાં એક્ટ્રેસ સારા અલી ખાન હાલમાં જ જિમની બહાર જોવા મળી હતી. આ દરમિયાન તે જિમ વિયરમાં જોવા મળી હતી. પિંક શોર્ટ્સ અને વ્હાઈટ ટી શર્ટમાં તે સ્પોર્ટ્સ લુકમાં સુંદર લાગતી હતી. આ દરમિયાન તેણે ફોટોગ્રાફર્સને પોઝ પણ આપ્યા હતા પરંતુ બધાનું ધ્યાન તેની કાર પર હતું. તેની અલ્ટો કારને જોઈ લોકો સોશિયલ મીડિયા અલગ અલગ કમેન્ટ્સ કરી રહ્યા છે.










    View this post on Instagram






    A post shared by Voompla (@voompla)






    આ વીડિયોમાં એક્ટ્રેસની ગાડીએ સોશિયલ મીડિયા યુઝર્સનું સૌથી વધારે ધ્યાન આકર્ષિત કર્યું છે. લોકોએ આ વીડિયો પર ઘણા પ્રકારની કમેન્ટ્સ કરી છે. કેટલાક લોકોએ એક્ટ્રેસની સાદગીના વખાણ કર્યા છે તો કેટલાક લોકોએ તેને પબ્લિસિટી સ્ટંટ બતાવી રહ્યા છે.

    સિક્યોરિટી ગાર્ડને ખોટી રીતે સ્પર્શ કર્યો હોવાનો આરોપ


    થોડા દિવસ પહેલા સારા અલી ખાનનો એક વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો હતો. વીડિયોને જોયા પછી લોકોનું કહેવું હતું કે રેસ્ટોરાંમાં પ્રવેશ કરતા જ સારા અલી ખાને સિક્યોરિટી ગાર્ડને તેને ખોટી રીતે સ્પર્શ કર્યો હતો અને તેના પર સોશિયલ મીડિયા પર વિવાદ શરૂ થઈ ગયો હતો. તો બીજી તરફ કેટલાક લોકો સોશિયલ મીડિયા યુઝર્સ દારૂના નશામાં સિક્યોરિટી ગાર્ડને ખોટી રીતે સ્પર્શ કરવા માટે સારા અલી ખાનની ટીકા કરી રહ્યા હતા. તો અન્ય લોકોનું કહેવું છે આ અજાણતા થયું હતું અને ભારતમાં દારૂ પીવો એ કોઈ ગુણો નથી.

    આ ફિલ્મોમાં જોવા મળશે


    તમને જણાવી દઈએ કે સારા અલી ખાન છેલ્લે સાઉથના ફેમસ સ્ટાર ધનુષ અને બોલિવૂડ એક્ટર અક્ષય કુમારની સાથે ફિલ્મ અતરંગી રેમાં જોવા મળી હતી. ટૂંક સમયમાં સારા બોલિવૂડ એક્ટર વિકી કૌશલની સાથે ડાયરેક્ટર લક્ષ્મણ અતેકરની ફિલ્મ લુકા છુપી 2માં જોવા મળશે. તે સિવાય તે એક્ટર વિક્રાંત મેસીની સાથે ફિલ્મ ગેસલાઈટના શૂટિંગમાં વ્યસ્ત છે.
    Published by:Priyanka Panchal
    First published:

    Tags: Bollywod, Entertainemt News, Sara ali khan

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन