Home /News /entertainment /

સુશાંત સિંહ રાજપૂતને ડેટ કરી રહી છે સારા અલી ખાન?

સુશાંત સિંહ રાજપૂતને ડેટ કરી રહી છે સારા અલી ખાન?

સારા અલી ખાન અને સુશાંત સિંહ રાજપૂત

બોલિવૂડ અભિનેત્રી સારા અલી ખાન અભિનેતા સુશાંત સિંહ રાજપૂતને ડેટ કરે છે, એવી વાતે ચર્ચા જગાડી છે

    ન્યૂઝ18 ગુજરાતી: બોલિવૂડ અભિનેત્રી સારા અલી ખાન અભિનેતા સુશાંત સિંહ રાજપૂતને ડેટ કરે છે, એવી વાતે ચર્ચા જગાડી છે. આ વાત સામે આવતાં જ તેના ફેન્સ પણ ચોંકી ગયા છે. બન્નેની જોડી ગયા વર્ષના અંતમાં રીલિઝ થયેલી ફિલ્મ 'કેદારનાથ'માં જોવા મળી હતી. આ ફિલ્મ દ્વારા સારાએ બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું.

    શું સુશાંતને ડેટ કરે છે સારા?

    તાજેતરમાં જ એ વાતે જોર પકડ્યો હતો કે સારા અલી ખાન તેના કો-સ્ટાર સુશાંત સિંહ રાજપૂતને ડેટ કરે છે. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે, હાલમાં જ સારાએ સુશાંત સાથે મુલાકાત કરવા તેની દેહરાદૂનની ટ્રીપ અધવચ્ચે જ રોકી હતી. તે સુશાંતના જન્મદિવસને યાદગાર બનાવવા અને તેની સાથે સમય પસાર કરવા માગતી હતી. જોકે, આ પછી એક બીજી પણ વાત સાંભળવા મળી છે.

    આ પણ વાંચો: પૂરી થઇ સારાની ઇચ્છા, ક્રશ કાર્તિક સાથે રોમાન્સનો મળશે ચાન્સ

    મીડિયામાં આવેલા અહેવાલો અંગે સારા સાથે જોડાયેલા નિકટના સૂત્રનું કહેવું છે કે, આ વાત માત્ર અફવા જ છે. તેમાં કોઇ વાસ્તવિકતા નથી. સારા અને સુશાંત સારા મિત્રો છે. બન્ને એક-બીજાના સંપર્કમાં રહે છે, પરંતુ તેઓ એક-બીજાને ડેટ કરતાં નથી.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Dating, Sara ali khan, Sushant singh rajput

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन