Home /News /entertainment /મેકઅપ મેને સારાની કમર પકડીને કર્યો 'આવો' ડાન્સ, VIDEO જોઇને થઇ જશો પાણી-પાણી

મેકઅપ મેને સારાની કમર પકડીને કર્યો 'આવો' ડાન્સ, VIDEO જોઇને થઇ જશો પાણી-પાણી

સારા અલી ખાન ડાન્સ

Sara ali khan dance: સારા અલી ખાને મેકઅપ સાથે કંઇક હટકે ડાન્સ કરીને બધાને ચોંકાવી દીધા છે. સારાનો આ વિડીયો સોશિયલ મિડીયામાં બહુ વાયરલ થઇ રહ્યો છે. તમે જોયો કે નહિં આ વિડીયો..

    મુંબઇ: કોઇને કોઇ કારણોસર સારા અલી ખાન ચર્ચામાં રહેતી હોય છે. સારા અલી ખાન ફન લવિંગ એક્ટ્રેસ છે. પટૌડી ખાનદાનની દીકરી અને બોલિવૂડની શાનદાર એક્ટ્રેસ સારા સિંપલ લાઇફ જીવન જીવવાનું પસંદ કરે છે. જો કે હાલમાં સારાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયોમાં સારાનો અંદાજ કંઇક અલગ રીતે જ જોવા મળી રહ્યો છે. આ વિડીયો જોતાની સાથે જ તમે પણ બે મિનિટ માટે વિચારમાં પડી જશો. આ વિડીયોમાં સારાને ઓળખવી પણ મુશ્કેલ કામ છે. આ વાયરલ વિડીયોમાં સારા મેકઅપ મેનની સાથે ફુલ જોશમાં ડાન્સ કરી રહી છે. સારાનો આ વિડીયો જોઇને તમે પણ ઘરમાં ડાન્સ કરવા લાગશો.

    સારાની સ્ટાઇલ પર લોકો ફિદા


    નોંધનયી છે કે, સૈફ અલી ખાન અને અમૃતા સિંહની લાડલી સારા એની ફેશન સ્ટાઇલને કારણે હંમેશા ચર્ચામાં રહેતી હોય છે. આ અંદાજ ફેન્સને અનેક રીતે પસંદ પડે છે. આ વિડીયોમાં તમે જોઇ શકો છો કે સારા ઓરેન્જ કલરના લહેંગામાં ખૂબ જ હોટ લાગી રહી છે. આ વિડીયોમાં સારા એકદમ ક્રેઝી અંદાજમાં તમને જોવા મળી રહી છે. સારાની આ સ્ટાઇલ પર અનેક લોકો ફિદા છે.

    આ પણ વાંચો: 'વિક્રમ વેધા'નું દમદાર ટ્રેલર રિલીઝ

    મેકઅપ મેનની સાથે ક્રેઝી ડાન્સ


    સારા અલી ખાન આ વિડીયોમાં મેકઅપ આર્ટિસ્ટની સાથે જોવા મળી રહી છે. આ વિડીયોમાં સારા મેકઅપ મેનની સાથે ‘તુને મારી એન્ટ્રી’ ગીત પર ડાન્સ કરી રહી છે. આ વિડીયોમાં કેપ્શનમાં લખ્યુ છે કે..કોફી કે બાદ...એટલે કોફી પીધા પછી સારા કંઇક આવા જોરદાર મુડમાં આવી ગઇ છે. તો તમે પણ જોઇ લો આ વિડીયો..



    આ પણ વાંચો: કોણ છે અભિનેત્રી મહાલક્ષ્મી


    સારાના થઇ રહ્યા છે વખાણ


    સારા અલી ખાનનો આ સુપર હોટ અંદાજ ફેન્સને અનેક રીતે પસંદ પડ્યો છે. આ વિડીયો જોઇને સારાના ફેન્સ પેટ ભરીને વખાણ કરી રહ્યા છે. આ વિડીયો જોતાની સાથે જ અનેક યુઝર્સ કમેન્ટ પણ કરવા લાગ્યા છે. એક ફેને તો કમેન્ટ કરી છે કે..મેં ભી મેકઅપ બોય બનૂંગા...જ્યારે બીજા ફેને કમેન્ટમાં લખ્યું છે કે, ફુલ ઓન એન્જોય..સારાના આ વિડીયો પાછળ ફેન્સ દિવાના બની ગયા છે. એટલું જ નહિં ઘણાં યુઝર્સને સારાનો આ વિડીયો જરા પણ પસંદ પડ્યો નથી.
    Published by:Niyati Modi
    First published:

    Tags: બોલિવૂડ, બોલિવૂડ સમાચાર, મનોરંજન, સારા અલી ખાન

    विज्ञापन
    विज्ञापन