Home /News /entertainment /

SRKને અંકલ કહીને ફસાઇ સારા અલી ખાન, Twitter પર શરૂ થયુ 'Word War'

SRKને અંકલ કહીને ફસાઇ સારા અલી ખાન, Twitter પર શરૂ થયુ 'Word War'

સારાએ ફિલ્મ ફેર એવોર્ડ્સ દરમિયાન શાહરૂખ ખાનને અંકલ કહ્યો હતો, બસ પછી શું સારાનું કિંગ ખાનને અંકલ કહેવું તેનાં ફેન્સને પસંદ પડ્યુ નહીં

સારાએ ફિલ્મ ફેર એવોર્ડ્સ દરમિયાન શાહરૂખ ખાનને અંકલ કહ્યો હતો, બસ પછી શું સારાનું કિંગ ખાનને અંકલ કહેવું તેનાં ફેન્સને પસંદ પડ્યુ નહીં

    એન્ટરટેનમેન્ટ ડેસ્ક: આમ તો લોકો કહે છે કે તમારાથી મોટી ઉંમરનાં વ્યક્તિને માન આપો અને તમારાથી મોટી ઉંમરનાં પિતાની ઉંમરનાં વ્યક્તિ માટે અંગ્રેજી ભાષામાં શબ્દ છે અંકલ કે આન્ટી. વેલ ત્યારે સારા અલી ખાને શાહરૂખ ખાન માટે અંકલ શબ્દ વાપર્યો તો સોશિયલ મીડિયા પર બબાલ કેમ મચી ગઇ. વેલ આપને આખી ઘટના જણાવી દઇએ..

    હાલમાં જ ફિલ્મ ફેર એવોર્ડ યોજાયા આ દરમિયાન સારા અલી ખાને શાહરૂખ ખાનને અંકલ કહીને બોલાવ્યો. હવે આ અંકલ કહેવાનાં ચક્કરમાં સોશિયલ મીડિયા પર વર્ડ વોર શરૂ થઇ ગઇ છે.



    નવીન બગ્ગા નામનાં યુઝર લખે છે કે, શાહરૂખ ખાન અમિતાભ બચ્ચનને અંકલ બોલાવે તો કેવું લાગે. હું એમ નથી કહેતો કે અંકલ બોલાવવું કોઇના પ્રત્યેનું સન્માન ઓછુ કરે છે. પણ 'સર' વધુ યોગ્ય રહેતું.



    નવીનનાં ટ્વિટ પર એક પંજાબ નાગરિક નામનાં યુઝરે લખ્યુ કે, શાહરૂખ અમિતાભ બચ્ચનને અમિત અંકલઅને જયા બચ્ચનને જયા આંટી કહે છે. આદિત્ય ચોપરા અને કરન જોહર પણ એમ જ કહે છે. આપનાં આઇડિયલ 50ની ઉંમર પાર કરી ચુક્યા છે. તો સ્પષ્ટ છે કે તેઓ અંકલ છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Sara ali khan, Shahrukh Khan, SRK, Word war, અંકલ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन