Home /News /entertainment /

Video: સારા અલી ખાને કેમ બધાની સામે માંગી માફી, શું કર્યું હતું તેના બોડીગાર્ડે?

Video: સારા અલી ખાને કેમ બધાની સામે માંગી માફી, શું કર્યું હતું તેના બોડીગાર્ડે?

સારા અલી ખાને માફી માંગી

સારા અલી ખાન (Sara Ali Khan)નું બધાની સામે માફી માંગવાનું તેના ચાહકોને પસંદ આવ્યું છે અને અભિનેત્રીની આ શૈલીની સોશિયલ મીડિયા પર પ્રશંસા પણ થઈ રહી છે

    બોલિવૂડ સ્ટાર્સના સિક્યોરિટી ગાર્ડ્સ અવારનવાર સમાચારમાં ચર્ચા બનાવે છે, પછી તે સલમાન ખાન (Salman Khan)નો બોડીગાર્ડ શેરા હોય કે શાહરૂખ ખાન (Shahrukh Khan)નો બોડીગાર્ડ રવિ. પરંતુ સોમવારે સારા અલી ખાન (Sara Ali Khan)ના સિક્યોરિટી ગાર્ડે (Sara Ali Khan security guard) એવું કામ કર્યું કે, સારાએ પોતે જ તેના માટે માફી માંગવી પડી. સારાનું બધાની સામે માફી માંગવાનું તેના ચાહકોને પસંદ આવ્યું છે અને અભિનેત્રીની આ શૈલીની સોશિયલ મીડિયા પર પ્રશંસા પણ થઈ રહી છે. આ સમગ્ર ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. આવો જાણીએ શું છે આ સમગ્ર ઘટના...

    વાસ્તવમાં સોમવારે સારા તેની આગામી ફિલ્મ 'અતરંગી રે' (Atrangi Re)ના પહેલા ગીત 'ચકા ચક'ના લૉન્ચિંગમાં પહોંચી હતી. આ ગીતમાં સારા શાનદાર અંદાજમાં સાડી પહેરીને ડાન્સ કરતી જોવા મળી રહી છે. આ લોન્ચના અવસર પર સારા ઈવેન્ટમાં ડાન્સ કરતી અને મસ્તી કરતી જોવા મળી હતી. આ વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે, ઈવેન્ટ સમાપ્ત થયા બાદ સારા તેની કારની નજીક જઈ રહી હતી અને તે આસપાસ ઉભેલા મીડિયાકર્મીઓને પૂછી રહી હતી કે, 'ક્યાં છે, ક્યાં છે, કેનો પાડ્યા.' જ્યારે બધાએ તેમની સાથે વાત કરવાનું શરૂ કર્યું. ત્યારે સારા કહે છે., 'જેમને પાડ્યા તે જતા રહ્યા', સારાએ પાછળ ફરીને તેના સિક્યુરિટી ગાર્ડને સમજાવે છે, 'તમે કૃપા કરીને કોઈને ધક્કો મારશો નહીં, મહેરબાની કરીને આવું ન કરો.' આ પછી સારાએ તેના વતી માફી માંગી.




    આ બાબતે નેટીઝન સારાના ખૂબ વખાણ કરી રહ્યા છે. ઘણા લોકો અભિનેત્રીને 'સ્વીટ' કહી રહ્યા છે. તમે પણ જુઓ આ વીડિયો.



    તમને જણાવી દઈએ કે, સારા અલી ખાન ધનુષ અને અક્ષય કુમાર સાથે ફિલ્મ 'અતરંગી રે'માં જોવા મળશે. આ ફિલ્મમાં સારા એક બિહારી છોકરી બની છે જે તમિલ છોકરા ધનુષ સાથે બળજબરીથી લગ્ન કરે છે. આ ફિલ્મના રિલીઝ થયેલા પહેલા ગીતમાં સારા તેના પોતાના 'પતિ' એટલે કે ધનુષના લગ્નમાં મસ્તીભરી રીતે ડાન્સ કરતી જોવા મળે છે. તમે પણ જુઓ આ ગીત.

    આ પણ વાંચોOTT પર ધમાલ મચાવવા તૈયાર છે આ 7 વેબ સીરીઝની નવી સિઝન, આ તારીખે થશે રીલીઝ

    અતરંગી રે 24મી ડિસેમ્બરે રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મ ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ થશે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Bollywood Latest News, Sara ali khan, Sara ali Khan News Movie

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन