Home /News /entertainment /

Koffee With Karan 7: સાઉથના આ અભિનેતાને ડેટ કરવા માંગે છે સારા અલી ખાન?

Koffee With Karan 7: સાઉથના આ અભિનેતાને ડેટ કરવા માંગે છે સારા અલી ખાન?

કરણ જોહરના શોમાં બોલિવૂડ અભિનેત્રી સારા અલી ખાન અને જાહ્નવી કપૂર મહેમાન બની

Koffee With Karan 7 : 'કોફી વિથ કરણ 7' માં સારા અલી ખાન અને જાહ્નવી કપૂરએ તેમની પર્સનલ અને પ્રોફેશનલ લાઇફ વિશે ખુલીને વાત કરી છે

    મુંબઇ: 'કોફી વિથ કરણ 7' (Koffee With Karan 7)ની શરૂઆત રણવીર સિંહ અને આલિયા ભટ્ટ સાથે કર્યા બાદ કરણ જોહર (Karan Johar)ના શોમાં બોલિવૂડ અભિનેત્રી સારા અલી ખાન અને જાહ્નવી કપૂર (Sara Ali Khan and Janhvi Kapoor) મહેમાન બનશે. સારા અને જાહ્નવી અગાઉ સિઝન 6માં પણ નજરે પડી ચૂકી છે. સારા તેના પિતા સૈફ અલી ખાન સાથે શોમાં આવી હતી. જ્યારે જાહ્નવી સાથે અર્જુન કપૂર જોવા મળ્યો હતો. જાહ્નવી અને અર્જુનનો એપિસોડ સરસ રહ્યો હતો, જ્યારે સારા અને સૈફના નિવેદનો તે સમયે ચર્ચામાં રહ્યા હતા.

    સિઝન 6માં સારા અલી ખાને કહ્યું હતું કે, તે કાર્તિક આર્યનને ડેટ કરવા ઇચ્છે છે. આ અંગે સૈફે જવાબ આપ્યો હતો કે, એક્ટર પાસે પૈસા હોય તો તેને ફેર પડતો નથી. હવે જાહ્નવી અને સારા સાથે 'કોફી વિથ કરણ 7'નો નવો પ્રોમો જાહેર કરવામાં આવ્યો છે. જેમાં કરણ સારાને તેનું નામ જણાવવા કહે છે, જેને તે ડેટ કરવા માંગે છે. પહેલા તો સારા કહે છે 'નહીં નહીં', પછી તે વિજય દેવરકોંડા (Vijay Deverakonda)નું નામ આપે છે.


    આ અંગે કરણ જાહ્નવી કપૂરને કહે છે કે તેણે વિજયને તેની સાથે જોયો છે. જેની પર સારા અલી ખાન જાહ્નવીને પૂછે છે કે, શું તને વિજય પસંદ છે? પ્રોમોમાં કરણ સારાને પૂછે છે કે, એક કારણ જણાવ કે તારો એક્સ, તારો એક્સ કેમ છે? જેના જવાબમાં સારા કહે છે કે, તે બધાનો એક્સ છે. આ પછી કરણ બન્ને સાથે એક ગેમ પણ રમે છે. જેમાં સારા અને જાહ્નવીએ તેમની માતાની ફિલ્મ્સના નામ જણાવવાના હોય છે.

    રસપ્રદ હોઇ શકે છે આ એપિસોડ

    વાતચીત દરમિયાન બન્ને અભિનેત્રીએ તેમની પર્સનલ અને પ્રોફેશનલ લાઇફ વિશે ખુલીને વાત કરી છે. પ્રોમો જોતાં આ એપિસોડ મજેદાર લાગી રહ્યો છે. સાથે જ ફેન્સમાં પણ આ એપિસોડને લઇને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ એપિસોડનું પ્રીમિયર 14 જુલાઇ, ગુરુવારે થશે. જેની જાણકારી કરણ જોહરે તેની સોશિયલ મીડિયા પોસ્ટ પર આપી છે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Bollywood Gossip, Jhanvi kapoor, Koffee With Karan, Sara ali khan

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन