સપના ચૌધરીનાં ઠુમકા પર તાઉ થયા ફિદા, ઇન્ટરનેટ પર વાયરલ થયો VIDEO

સપના ચૌધરીનાં ઠુમકા પર તાઉ થયા ફિદા, ઇન્ટરનેટ પર વાયરલ થયો VIDEO
સપના ચૌધરીનાં ડાન્સ પર ફિદા થયા તાઉ

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: તેનાં ઠુમકાઓથી લોકોનાં દિલ પર રાજ કરનારી દેસી ક્વિનનાં નામે પ્રખ્યાત સપના ચૌધરી (Sapna Choudhary)નો ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર આંખોાં પલકારે વાયરલ થવા લાગે છે. દરેક ઉંમરનાં લોકો સપનાનો ડાન્સ જોઇ તેનાં પર ફિદા થઇ જાય છે. ઠેઠ હરિયાણવી અંદાજછી લોકોનાં દિલ પર રાજ કરનારી સપનાનો એક જુનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. સ્ટેજ પર સપનાનાં જલવા જોઇ તેનાં ફેન્સ પણ નાચવા મજબૂર થઇ જાય છે.

  સપના ચૌધરી સોશિયલ મીડિયાનું તે નામ છે, જે કોઇનાં પણ મોઢે આવે છે તો તેનાં ગીતો પર ઠુમકા લગાવ્યાં વગર રહી શકતું નથી. હાલમાં જ સપના ચૌધરીનો એક જુનો વીડિયો વાયરલ થયો છે જેમાં તે હરિાયણવી ગીત પર નાચતી નજર આવે છે. ગીતનાં બોલ છે 'તેરે કાતિલ જોબન ને..' સપનાની અદાઓ આગળ તાઉ પણ ફિદા થઇ ગયા છે.

  યૂટ્યૂબ પર વીડિયોને 90 લાખથી વધુ વ્યૂઝ મળી ગયા છે. વીડિયોમાં ભીડ જોઇને આપ અંદાજો લગાવી શકો છો કે, ત્યાં સપનાની દીવાનગી કેટલી હદે છે. સપના ચૌધરીની એક ઝલક જોવા માટે ભીડ ભેગી થઇ જાય છે. તેનાં જે પણ વીડિયો સોશિયલ મીડિયા પર આવે છે તે આવતાની સાથે જ વાયરલ થઇ જાય છે.

  આ પણવાંચો- ટ્રાન્સજેન્ડરનાં સપોર્ટમાં અક્ષયે શેર કર્યો VIDEO,'તેમની કામયાબીમાં નાચવાની હવે આપણો વારો છે'

  સપનાએ તેનાં કરિઅરની શરૂઆત હરિયાણી રાગિનિયો સાથે કરી હતી જે બાદ આગળ વધતા વધતા તે બિગ બોસ 11નો પણ ભાગ બની અને તે ત્યાથી હરિયાણા ઉપરાંત આખા ભારતમાં પ્રખ્યાત થઇ ગઇ. સપનાએ ફિલ્મ 'દોસ્તી કે સાઇડ ઇફેક્ટ'થી બોલિવૂડમાં ડેબ્યૂ પણ કર્યું. ફિલ્મો તો બોક્સ ઓફિસ પર ચાલી નહીં. પણ ફિલ્મમાં સપનાની એક્ટિંગનાં લોકોએ ખુબજ વખાણ કર્યા.

  આપને જણાવી દઇએ કે, સપના ચૌધરીએ સોશિયલ મીડિયા પર તેની કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તે પતિ વીર સાહૂ સાથે કરવા ચોથ ઉજવતી નજર આવી રહી છે.
  Published by:Margi Pandya
  First published:November 07, 2020, 10:51 am

  ટૉપ ન્યૂઝ