Sapna Choudhry: કાર એક્સિડન્ટમાં નિધનની અફવા ઉડી, ફેન્સ કરવાં લાગ્યા ગુગલ સર્ચ

સિરસામાં અકસ્માતમાં સપના ચૌધરીનાં નિધનનાં ફેક ન્યૂઝ વાયરલ

Sapna Choudhary Death Fake News: સિરસામાં થયેલાં અકસ્માતની ખબરની તસવીરો સોશિયલ મીડિયા પર સપના ચૌધરીનાં નામથી વાયરલ થવા લાગી. અને લોકો તે મૃત મહિલાને સપના ચૌધરી (Haryanvi Singer and Dancer Sapna Choudhry )માનવા લાગ્યાં. હકિકતમાં આ સપના અન્ય છે તે હરિયાણાની ડાન્સ ક્વિન સપના ચૌધી નતી.

  • Share this:
    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: પ્રખ્યાત હરિયાણવી ડાન્સર સપના ચૌધરી (Haryanvi Dancer Sapna Choudhary) અંગે સોશિયલ મીડિયા પર એક ચોકાવનારી પોસ્ટ વાયરલ થઇ રહી છે. પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે, ખુબજ દુખદ. કાર એક્સીડન્ટમાં હરિયાણવી ડાન્સર સપના ચૌધરીનું નિધન થઇ ગયું છે. કેટલાંક લોકોએ આ મેસેજ સત્ય માનીને તેન શ્રદ્ધાંજલિ  (RIP Sapna Choudhary) આપવાનું શરૂ કરી દીધુ છે. સત્યમાં સપના ચૌધરીનું કાર એક્સીડન્ટમાં નિધન થઇ ગયું છે તેમ તેઓ માનવા લાગ્યાં હતાં. અને આ મામલે (Fake News)સૌથી વધુ ગુગલ પર સર્ચ પણ કરવામાં આવ્યું.

    આ પણ વાંચો-Happy birthday Akshay kumar: અક્ષય કુમારનું સાચું નામ શું છે? 'ખતરો કે ખેલાડી'ની કેટલીક રસપ્રત વાતો

    આપને જણાવી દઇએ કે, 29 ઓગસ્ટનાં રોજ હરિયાણાનાં સિરસાની પાસે એક ગમખ્વાર એક્સિડન્ટ થયો હતો જેમાં 4 લોકો ગંભીર રૂપે ઘાયલ થયા હતાં અને 30 વર્ષની મહિલાનું મોત થઇ ગયુ હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તે પણ કલાકાર હતી. સંયોગથી તેનું નામ સપના હતું. આ ખબર ઇન્ડિયા ન્યૂઝ હરિયાણા પર પ્રકાશિત થઇ હતી.

    આ પણ વાંચો-Bigg Boss OTTમાં શમિતા શેટ્ટીનો ખુલાસો, આ રીતે થયું હતું પ્રથમ બોયફ્રેન્ડનું મોત

    સિરસામાં થયેલાં અકસ્માતની ખબરની તસવીરો (Sapna Choudhary Death Fake News) સોશિયલ મીડિયા પર સપના ચૌધરીનાં નામથી વાયરલ થવા લાગી. અને લોકો તે મૃત મહિલાને સપના ચૌધરી (Haryanvi Singer and Dancer Sapna Choudhry )માનવા લાગ્યાં. હકિકતમાં આ સપના અન્ય છે તે હરિયાણાની ડાન્સ ક્વિન સપના ચૌધરી નથી.

    આ પણ વાંચોઃ-Akshay Kumar Mother funeral: માતાને અંતિમ વિદાય આપીને અક્ષય થયો દુખી, બોલિવૂડ સેલેબ્સે આપી સાંત્વના, જુઓ PHOTOS

    સપના ચૌધરી હરિયાણાની ફેમસ ડાન્સર સિંગર છે. અને બિગ બોસનાં ઘરમાં આવ્યાં બાદ તે આખા દેશમાં ફેમસ થઇ ગઇ. તેનો જન્મ 1990નાં દિલ્હીનાં મહિપાલપુરમાં થયો હતો. પિતા યૂપી અલીગઢમાં સ્યારોલનાં રહેવાસી હતાં. વર્ષ 2008માં સપનાનાં પિતાા ભૂપેન્દ્ર અત્રિનું નિધન થઇ ગયું. તે સમયે તે માત્ર 18 વર્ષની હતી. પિતાનાં મૃત્યુ બાદ પરિવારની જવાબદારી સંભાળવાં તેણે તેનાં શોખને જ તેનું પ્રોફેશન બનાવી લીધું. અને ડાન્સર બની ગઇ. આ રીતે તેનાં કરિઅરની શરૂઆત થઇ હતી.
    Published by:Margi Pandya
    First published: