સપના ચૌધરીનાં ડાન્સે ફરી મચાવી સનસનાટી, પંજાબી સોન્ગ પર લગાવ્યા ઠુમકા, જુઓ VIDEO

News18 Gujarati
Updated: July 21, 2018, 4:10 PM IST
સપના ચૌધરીનાં ડાન્સે ફરી મચાવી સનસનાટી, પંજાબી સોન્ગ પર લગાવ્યા ઠુમકા, જુઓ VIDEO
બિગ બોસની સેન્સેશન ક્વિન સપનાં ચૌધરીને કેટલો રિસ્પોન્સ આ પંજાબી સોન્ગમાં ઠુમકા લગાવવાથી મળે છે.

બિગ બોસની સેન્સેશન ક્વિન સપનાં ચૌધરીને કેટલો રિસ્પોન્સ આ પંજાબી સોન્ગમાં ઠુમકા લગાવવાથી મળે છે.

  • Share this:
મુંબઇ: સપના ચૌધરી વધુ એક નવાં પંજાબી ડાન્સ વીડિયો સાથે આવી છે. તેનો આ નવો વીડિયો રિલીઝ થઇ ગયો છે. આ વખતે સપના બોલિવૂડ કે ભોજપુરી નહીં પણ પંજાબી ફિલ્મનાં એક સોન્ગમાં ડાન્સ કરતી નજર આવે છે. આ ગીત પંજાબી ફિલ્મ 'જગ્ગા જિઉંદા એ'નું છે. જેમાં તે તેનાં ઠુમકાથી કહેર મચાવી રહી છે. પંજાબી સોન્ગ 'બિલ્લૌરી અખ....' સોન્ગમાં સપના ચૌધરીનો લૂક ઘણો જ જબરદસ્ત લાગે છે. બ્લેક કલરનાં લહેંગામાં તે ઘણી જ અલગ લાગે છે. સપનાનું નવું ગીત શનિવારે રિલીઝ થયુ છે.  બિગ બોસની સેન્સેશન ક્વિન સપનાં ચૌધરીને કેટલો રિસ્પોન્સ આ પંજાબી સોન્ગમાં ઠુમકા લગાવવાથી મળે છે.

સપના ગત થોડા દિવસોમાં ઇન્ટરનેટ પર ઘણી જ પોપ્યુલર બની ગઇ છે. ભોજપુરી ઉપરાંત તે હરિયાણવી અને પંજાબી ગીત પર પણ બિન્દાસ ઠુમકા લગાવતી નજર આવશે. જેને કારણે તેની પોપ્યુલારિટી ન ફક્ત દેશનાં ખુણા ખુણામાં પણ વિદેશમાં પણ થઇ ગઇ છે. સપના ચૌધરીએ હાલમાં જ ઘણાં અલગ અલગ ગીતો પર ડાન્સ કરીને પોતાની ઓળખ વધારી દીધી છે. દિલ્હીમાં તે પરફોર્મન્સ દરમિયાન ભોજપુરી ગીતો પર તેનાં ડાન્સિંગ સ્ટાઇલ અને અદાઓથી ચર્ચા જગાવી રહી છે.

First published: July 21, 2018
વધુ વાંચો
अगली ख़बर