Home /News /entertainment /...જ્યારે મિકા સાથે સપના 'તેરી આખ્યા કા યો કાજલ' પર ખુબ નાચી!

...જ્યારે મિકા સાથે સપના 'તેરી આખ્યા કા યો કાજલ' પર ખુબ નાચી!

એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: સપના ચૌધરીનો સુપરહિટ વીડિયો સોન્ગ 'તેરી આખ્યા કા યો કાજલ' હાલમાં સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થયેલો છે. આ સોન્ગનાં દિવાના તો આખા દેશમાં ઘણાં લોકો છે. ત્યારે હલમાં એક પંજાબી કોમેડી શોમાં સપનાએ હાજરી આપી હતી. અને આ જ શોમાં મિકા સિંઘ પણ હાજર હતો. બંનેએ આ સોન્ગ પર ખુબ ડાન્સ કરતાં નજર આવે છે.

હાલમાં આ સોન્ગ પર મીકા અને સપનાનાં ઠુમકા વાયરલ થઇ રહ્યાં છે. મોટેભાગ સલવાર શૂટમાં નજર આવનારી સપના આ વખતે પેન્સિલ પેન્ટ અને સ્લિવલેસ કુર્તીમાં નજર આવી હતી. સપનાનો આ વીડિયો હાલમાં યૂટ્યુબ પર ખુબજ
વાયરલ થઇ રહ્યો છે.

" isDesktop="true" id="877322" >

લાખો દિલોની ધડકન હરિયાણવી ડાન્સર સપનાનો તેરી આંખ્યા કા યો કાજલ સોન્ગનો ઓરિજિનલ વીડિયો કરોડો વખત જોવાઇ ગયો છે. આ વીડિયોમાં સપના ચૌધરી બિન્દાસ ડાન્સ કરતી હોય છે ત્યારે તેની 'ઓનસ્ક્રિન મા' આવીને
તેને ટોકે છે. કે આખો દિવસ ડાન્સ કરતી રહે છે. સાંજે તને છોકરાવાળા જોવા આવવાનાં છે. તેનાં જવાબમાં સપના કહે છે કે મા કોઇ ફાયદો નથી આટલી મહેનતનો. જેને લઇ જવાની હશે તે આવી જ લઇ જશે. મને કોઇ શોખ નથી શહેરી મેમ બનવાનો. હું તો દેસી જ ઠીક છું.

આ પણ વાંચો-રાતો-રાત થયા હતા અમિતાભ અને જયાનાં લગ્ન, આ છે કારણ

સપના બિગ બોસ-11ની કંટેસ્ટંટ રહી ચૂકી છે. તેનો જન્મ 25 સ્પટેમ્બરનાં રોજ 1990નાં હરિયાણાનાં રોહતકમાં થયો હતો. નાનપણથી સપનાં પોલીસ ઇન્સપેક્ટર બનવા ઇચ્છતી હતી પણ આર્થિક પરિસ્થિતિઓને કારણે તેને ઉચ્ચ શિક્ષા છોડવી પડી. 2008માં સપનાનાં પિતાનું નિધન થઇ ગયુ તે સમયે સપનાં માત્ર 18 વર્ષની હતી.

આ પણ વાંચો-દાઉદે બાબા સિદ્દીકીને આપી હતી ધમકી, 'તારી ફિલ્મ બનાવી દઇશ, એક થા MLA...'
First published:

Tags: Dance, Mika singh, Sapna Choudhary