સપના ચૌધરીએ કાળો સૂટ પહેરી જસ્ટિન બીબરનાં ગીત પર લગાવ્યા ઠુમકા, તાળીઓથી ગૂંજી ઉઠ્યો સ્ટેજ

સપના ચૌધરીએ કાળો સૂટ પહેરી જસ્ટિન બીબરનાં ગીત પર લગાવ્યા ઠુમકા, તાળીઓથી ગૂંજી ઉઠ્યો સ્ટેજ
(Instagram @itssapnachoudhary)

સપના ચૌધરી (Sapna Choudhary) સોશિયલ મીડિયા પર ઘણી જ એક્ટિવ રહે છે. એવામાં ફેન્સ સાથે જોડાયેલાં રહેવાની તે કોઇ જ તક છોડતી નથી. તે લાઇવ શોની જેમ સોશિયલ મીડિયા પર પણ તેનાં ફેન્સ માટે તવસીરો અને વીડિયો શેર કરતી રહે છે.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: એક્ટ્રેસ સપના ચૌધરી (Sapna Choudhary) જ્યારે પણ સ્ટેજ પર આવે છે ફેન્સનો જોશ જોવા લાયક હોય છે. સપના તેનાં સોશિયલ મીડિયા અકાઉન્ટ પર પણ એવો જ એક વીડિયો શેર કર્યો છએ. (Sapna Choudhary Video) જે તેનાં લાઇવ શોનો છે. સપના આ વીડિયોમાં ઇંગ્લિશ મ્યૂઝિક પર ઠુમકા લગાવતી નજર આવી રહી છે. સપનાનાં આ વીડિયો પર ફેન્સ ખુબ લાઇક અને કમેન્ટ્સ કરી રહ્યાં છે.

  સપના તેનો આ વીડિયો શેર કરતાં લખે છે કે, સ્ટેજ. આભાર મારી ફેમિલી આપ લોકો છો. જે મને આટલો પ્રેમ કરે છે. હું તમારો ગમે તેટલો આભાર માનું ઓછો છે. ખુબજ ઓછો. સપના ચૌધરી સોશિયલ મીડિયા પર ઘણી જ એક્ટિવ રહે છે. અને ફેન્સ સાથે જોડાયેલી રહેવાનો કોઇ મોકો છોડતી નથી .જેનાંથી માલૂમ થાય છે કે તે ફક્ત લાઇવ શો જ નહીં, પણ સોશિયલ મીડિયા દ્વારા પણ તેનાં ફેન્સને એન્ટરટેઇન કરતી રહે છે.  આપને જણાવી દઇએ કે, મહિલા દિવસનાં સમયે 'ગુંડી' ગીત ગાયા બાદ તેનું વધુ એક સોન્ગ રિલીઝ થયુ છે. જેને સુપરહિટ સિંગર રેણુકા પવારે ગાયુ છે. આ ગીતમાં સપના ચૌધરીનો ધાકડ અંદાજ જોવા મળી રહ્યો છે. તે ગીતમાં અન્યાય વિરુદ્ધ હાથમાં હથિયાર ઉઠાવી મુજરીમોને સબક શીખવી રહી છે. આ ગીત 9 માર્ચનાં રિલીઝ થયુ છે. આ ગીતને રેણુકા પંવારનો ખુબસુરત અંદાજ નજર આવી રહ્યો છે. આ ગીતનું મ્યૂઝિક અમન જાજી આપ્યું છે. અને મુકેશ જાજીએ બોલ લખ્યા છે.  હાલમાં સપનાનાં હાથે એક મોટા બજેટની ફિલ્મ લાગી છે. તેણે જલ્દી જ ભોજપુરી ફિલ્મોને સુપરસ્ટાર દિનેશ લાલ યાદવ ઉર્ફે નિરહુઆની સાથે આગામી ભોજપૂરી ફિલ્મ 'મજનૂ'માં નજર આવશે. આ ફિલ્મમાં સપના અને નિરહુઆ એક સાથે નજર આવશે. આ ભોજપુરી ફલિ્મ ઇન્ડસ્ટ્રીની એક મોટા બજેટની ફિલ્મ છે.
  Published by:Margi Pandya
  First published:March 14, 2021, 17:01 pm

  ટૉપ ન્યૂઝ