Sapna Choudhary એ ન્યૂ લૂકમાં સ્ટેજ પર કર્યો જોરદાર ડાન્સ, દેસી ક્વિનનો VIDEO થયો વાયરલ

Sapna Choudhary એ ન્યૂ લૂકમાં સ્ટેજ પર કર્યો જોરદાર ડાન્સ, દેસી ક્વિનનો VIDEO થયો વાયરલ
સપના ચૌધરીનો લેટેસ્ટ ડાન્સ વીડિયો વાયરલ

સપના ચૌધરી (Sapna Choudhary)નો આ લેટેસ્ટ વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે.

  • Share this:
    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: સપના ચૌધરી (Sapna Choudhary) તેનાં ડાન્સ કરતાં પર્સનલ લાઇફને કારણે હાલ સુધી ખુબજ ચર્ચામાં રહી. હવે ફરી તેનાં કામને કારણે ચર્ચામાં રહેવાનો સમય આવી ગોય છે. હાલમાં જ તેણે એક ડાન્સ પરફોર્મન્સ આપ્યું હતું. લગ્ન બાદ આ સપનાનું પહેલો ડાન્સ હતો જેને જોવા દર્શકોની ભીડ પણ આવી હતી. ભોજપુરી, પંજાબી અને હરિયાણવી ફિલ્મોમાં ધમાલ મચાવનારી સપના ચૌધરી, ફરીએક વખત સ્ટેજ પરફોર્મન્સ આપવા પહોંચી ગઇ છે. જેમાં દેસી ક્વિનનાં જોરદાર લટકા ઝટકા જોઇને દર્શકો ખુશ થઇ ગયા છે.

    સપના ચૌધરીનો આ ડાન્સ વીડિયો તેનાં યૂટ્યૂબ ચેનલ પર પોસ્ટ કરવામાં આવ્યો છે. વીડિયોની લોકપ્રિયતાનો અંદાજ એ વાતથી લગાવી શકાય છે કે અત્યાર સુધીમાં આ વીડિયોને 6 લાખથી વધુ વ્ચુઝ મળી ચુક્યા છે. સપનાં ચોધરીનો આ વીડિયો નામ'પ્યાર કા સટ્ટા' હરિયાણવી ગીત પર ડાન્સ કરતી નજર આવે છે. આપને જણાવી દઇએ કે, દેસી ક્વિને કરવા ચોથનાં સમયે તેની પતિ વીર સાથે મળીને ફોટો શેર કરી હતી જે ખુબજ વાયરલ થઇ હતી. આ તેમનાં લગ્ન બાદની એક સાથેની પહેલી તસવીર હતી.





    સપના હાલમાં જ માતા બની છે અને તેનાં દીકરાની તસવીરો તે તેણે સોશિયલ મીડિયા પર શેર કરી છે. તેનાં કરિઅરની વાત કરીએ તો, સપનાએ કરિઅરની શરૂઆથ હરિયાણાની એક ઓર્કેસ્ટ્રા ટીમની સાથે કરી હતી. જેમાં તેણે શરૂઆતનાં સમયમાં રાગીણી કલાકારોની ટીમનો એક ભાગ હતી.

    આ પણ વાંચો- 7 નવેમ્બરે છે શનિ પુષ્યનક્ષત્ર: સોનુ-ચાંદી કે વાહન ખરીદી શકાય?

    સપનાએ શરૂઆતમાં હરિયાણાની આસપાસનાં રાજ્યોમાં રાગિણી પ્રોગ્રામો અને રાગિની પાર્ટીઓમાં ભાગ લેતી હતી. જે બાદ તેણે સ્ટેજ પરફોર્મન્સ આપવાની શરૂ કરી. જે બાદ થી તેણે પાછાવળીને જોયુ નથી. તે બિગ બોસની 11મી સિઝનમાં પણ નજર આવી હતી.
    Published by:Margi Pandya
    First published:November 06, 2020, 16:38 pm

    ટૉપ ન્યૂઝ