ન્યૂઝ18 ગુજરાતી: હરિયાણાની ડાંસિંગ સેન્સેશન સપના ચૌધરી તેનાં ડાન્સ વીડિયો અને ગીતોને કારણે હમેશાં ચર્ચામાં રહે છે. પણ હાલમાં તે એક ગંદા ઇશારાને કારણે ચર્ચામાં છે આ ઇશારો તેનાં ભાઇએ કર્યો છે. સપના ચૌધરીએ એક TikTok વીડિયો બનાવ્યો હતો.
આ વીડિયોમાં સપના એક યુવક સાથે નજર આવે છે. એવું કહેવાય છે આ સપનાંનો બાઇ છે. સપના 'આલતૂ જલાલતૂ..' સોન્ગ પર લિપ સિંગ કરતી નજર આવે છે. સપનાની પાછળ એક યુવક આવે છે જે આ સોન્ગનાં લિરિક્સ પર ગંદો ઇશારો કરે છે. આ ઇશારો સોશિયલ મીડિયા પર લોકોને પંસદ નથી આવતો અને સપનાં ફેન્સ જ સપના અને તેનાં ભાઇને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરી રહ્યાં છે.
રાધે ગુજ્જર નામના એક ઇન્સ્ટાગ્રામ યુઝરે લખ્યુ છે કે, કેટલો ગંદો ઇશારો કર્યો છે આને.. અને લોકો આ વીડિયોને લાઇક કરે છે. અને કોઇકે તો આ વીડિયો પર NICE લખ્યું છે. સપના માટે શું કહેવું. પૈસા સારામાં સારા વ્યક્તિને બદલી દે છે. પણ વ્યક્તિએ હમેશાં પોતાની ઔકાદ યાદ રાખવી જોઇએ. અનવર લખે છે કે... કેટલી ગંદી હરકત કરી રહ્યો છે સપનાની પાછળ વાળો.
આકાશ ભૂરિયા લખે છેકે, આ ખુબજ ખોટી હરકત કરી છે આ વ્યક્તિએ.. આ શું સંદેશ આપી રહ્યાં છો આપ લોકો સપના. વીડિયો મુકતા પહેલાં જોઇ તો લેવું હતું પાછળ વાળો પાગલ માણસ કેવી હરકત કરી રહ્યો છે. જો આપે આ વીડિયો જાણી જોઇને અપલોડ કર્યો છે તો આ ખુબજ ખોટું છે. રણવીર નામનાં એક યુઝરે તો કહી દીધુ કે, એક તો સમાજમાં ગંદકી ફેલાવી રહી છો. ઉપરથી તારા ભાઇની આ એક્શન. જરાં વિચાર તો ખરી કે ઇન્સ્ટાગ્રામ પર બાળકો પણ હોય છે.