હેમા માલિનીનાં ગીત પર સપના ચૌધરીની માએ કર્યો ડાન્સ, જુઓ VIDEO

સપના ચૌધરીની માતાજી હેમા માલિનીનાં ગીત પર TikTok વીડિયો બનાવતી નજર આવે છે

સપના ચૌધરીની માતાજી હેમા માલિનીનાં ગીત પર TikTok વીડિયો બનાવતી નજર આવે છે

 • Share this:
  ન્યૂઝ18 ગુજરાતી: સપના ચૌધરીનાં ડાન્સ શો અને વીડિયો વાયરલ થતા જ હોય છે. સપનાની ફેન ફોલોઇંગ ઘણી જ મોટી છે. તેનાં વીડિયો સોશિયલ મીડિયા પર જેવા આવે તેવાં વાયરલ થવા લાગે છે. હાલમાં જે વીડિયો વાયરલ થઇ રહ્યો છે તે સપના ચૌધરીનો નથી પણ તેણે તેની માતા નીલમનો વીડિયો શેર કર્યો છે. આ વીડિયો પણ એટલી જ ઝડપથી વાયરલ થઇ ગયો છે આ વીડિયોમાં સપનાની માતા નિલમ હેમા માલિનીનાં સોન્ગ પર ઉભા ઉભા ડાન્સ કરતી નજર આવે છે.

  સફેદ રંગનાં મેક્સીમાં તેઓ નજર આવે છે. સપનાની માતા નિલમ પ્રખ્યાત એક્ટર રાજેન્દ્ર કુમાર અને હેમા માલિનીનાં સોન્ગ પર પરફોર્મન્સ આપતી નજર આવે છે. તેઓ હાથનાં ઇશારા કરે છે અને સુંદર એક્સપ્રેશન આપે છે. આ વીડિયો જ કહે છે કે સપનામાં ડાન્સિંગનાં ગુણો ક્યાંથી આવ્યાં.
  આ પહેલાં નીલમ અને સપનાનો એક વીડિયો સામે આવ્યો હતો. જેમાં સપના તેની મા સાથે 'બેબી મરવાકે માનેગી' સોન્ગ પર પરફોર્મ કરતી નજર આવશે. આ વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં સપન બ્લૂ સૂટમાં નજર આવે છે. અને પાછળ તેની માતા બ્લેક શલવાર-કમીઝમાં નજર આવે છે.
  View this post on Instagram

  #desiqueen blast with mom 😘😘😘😘😘👌👌👌👌 #tiktok #sapnachoudhary #sapnachaudhary


  A post shared by DESI QUEEN 👑👑 (@isapnachaudhary) on


  સપનાની ફેન ફોલોઇંગ 'બિગ બોસ' બાદ હરિયાણા, યુપી સુધી સિમિત નથી રહી. હવે તે આખા ભારતમાં ફેમસ થઇ ગઇ છે. અને તે ફિલ્મો અને મ્યૂઝિક વીડિયોમાં પણ નજર આવવા લાગી છે.
  Published by:Margi Pandya
  First published: