Home /News /entertainment /

ફરી વાયરલ થયા સપના ચૌધરીનાં ઠુમકા, એક દિવસમાં લાખો લોકોએ જોયો વીડિયો

ફરી વાયરલ થયા સપના ચૌધરીનાં ઠુમકા, એક દિવસમાં લાખો લોકોએ જોયો વીડિયો

    બોલિવૂડ એક્ટર અભય દેઓલની આવનારી ફિલ્મ 'નાનૂ કી જાનૂ'માં ભોજપુરી ડાંસિગ સ્ટાર સપના ચૌધરીના લટકા ઝટકા જોવા મળ્યા છે. આ સોંગનું નામ પણ 'તેરે ઠુમકે સપના ચૌધરી' રાખવામાં આવ્યું છે. આ સોંગને ગુણવંત સેન, ખુશ્બુ જેન અને સૌમ્યા ઉપાધ્યાયએ મળીને ગાયું છે. આ સોંગનું મ્યૂઝિક પણ ગુણવંત સેને કંપોઝ કર્યુ છે. જ્યારે આ સોંગના શબ્દો આબિદ અલીએ લખ્યા છે.

    આ સોંગમાં સપના સાથે અભય દેઓલ પર ઠુમકા લગાવતો જોવા મળી રહ્યો છે. આ વીડિયોને એ જ અંદાજમાં શૂટ કરવામાં આવ્યો છે. જે રીતે સપનાના પ્રોગ્રામ હોય છે. જ્યારે અભય દેઓલનો એક મજેદાર અંદાજ તમને ધમેન્દ્રની યાદ અપાવી શકે છે.

    બિગ બોસમાં આવ્યા બાદ હરિયાણવી સેંસેશન સપના ચૌધરીની ઘણી ડિમાંડ વધી ગઈ છે. સપનાનો આ બોલિવૂડમાં બીજો ડાંસ છે. આ પહેલા તેને જિમી શેરગિલ અને પુલકિત સમ્રાટની ફિલ્મ 'વીરે કી વેડિંગ'માં એક આઈટમ નંબરમાં જોવા મળી હતી. આ સિવાય ખબર આવી હતી કે તે રેસ-3માં પણ આઈટમ નંબર કરવાની છે. બિગ બોસના ઘરમાંથી નિકળ્યા બાદ તેમને ભોજપુરી ફિલ્મ 'બેરી કંગના'માં પણ એક આઈટમ નંબર મળ્યું હતું. આ ગીતમાં તેમની સાથે એક્ટર રવિ કિશન જોવા મળશે.
    Published by:Nisha Kachhadiya
    First published:

    Tags: Sapna chaudhary

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन