મુંબઈ: સપના ચૌધરી (Sapna Chaudhary) આમ તો સમાચારોમાં કોઈ ને કોઈ રીતે છવાયેલી રહે છે, પરંતુ પાછલા વર્ષોથી તે પોતાના પુત્રના જન્મ બાદ કંઈક અલગ રીતે જ ચર્ચામાં રહી છે. ગયા વર્ષે 4થી ઓક્ટોબરે તે માતા બની હતી. ત્યાર પછી તેના ચુપચાપ કરેલા લગ્નને લઈને લોકોએ પ્રકાર-પ્રકારના સવાલો કર્યા, પરંતુ તે સવાલોના તેના પતિ વીર સાહૂ (Veer Sahu)એ જબરદસ્ત જવાબો આપ્યા. દીકરો એક વર્ષનો થયો ત્યારે તેમણે તેનું નામ રિવીલ કર્યું. સપનાના દીકરાનું નામ રિવીલ થયા બાદ સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાનને યૂઝર્સ ટ્રોલર કરવામાં લાગી ગયા છે.
સપના ચૌધરીએ પોતાના પુત્રનું નામ પોરસ રાખ્યું છે. તેમણે હાલમાં જ એક વિડીયો ક્લિપ શેર કરીને દીકરાની ઝલક લોકોને દર્શાવી અને નામનો ખુલાસો કર્યો. આ નામ સાંભળ્યા બાદ યુઝર્સે સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાનને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું.
લોકો કહી રહ્યા છે કે, પોરસ મહાન નામ છે. આ માતા-પિતા માટે સન્માન ઔર વધી ગયું. જેમણે આ નામ રાખ્યું. અન્ય એકએ લખ્યું કે, શું નામ રાખ્યું છે પોરસ મહાન.. અને એક કરીના છે, જેણે પોતાના દીકરાનું નામ તૈમૂર રાખ્યું છે. અન્ય એક યુઝર્સે લખ્યું કે, આ સૈફિનાના દીકરાને મજા ચખાડશે.. અન્ય એકે લખ્યું કે, આ સાંભળીને કરીના હવે તૈમુરને યુદ્ધ શીખવાડશે.
આ વિડીયોમાં સપનાનો દીકરો જમીન પર ગાય સાથે રમતો જોવા મળે છે. બેકગ્રાઉન્ડમાં એક વોઈસ ઓવર સંભળાઈ રહ્યો છે, જે તેના પતિ વીર સાહૂનો છે, જેમાં અત્યંત સુંદર શબ્દોની પસંદગી કરાય છે. તેઓ કહી રહ્યા છે કે, જ્યારે જ્યારે કોઈ વિશેષ આત્મા ધરતી પર આવી છે, તેણે ખલબલી મચાવી છે. મને વિશ્વાસ છે કે તું સામાન્ય નથી, તું સામાન્ય ઘરમાં છે, પણ તું સામાન્ય નથી. અમે તો એક હેતુ (ઝરીયા) છીએ, તું આ માટીનો લાલ છે. તું એ કોમનો હિસ્સો છે જેણે તૈમૂરથી લઈને સિકંદર સુધીનાને હરાવ્યા છે. એ માટે હું તારું નામ પોરસ રાખું છું. તારા જન્મદિવસે તને આખા વિશ્વની શુભેચ્છાઓ.
વાત એમ છે કે, તૈમૂરની છબિ ક્રૂર શાસકની રહી છે. ઇતિહાસ કહે છે કે તેણે હિન્દુઓ પર બહુ જ અત્યાચાર કર્યો છે. ત્યાં જ રાજા પોરસ, પોરવાના વંશજ હતા. ઇતિહાસકારોનું માનીએ તો પોરસનો કાર્યકાળ 340 ઈસા પૂર્વથી 315 ઈસા વચ્ચે છે. 326 ઈસા પૂર્વમાં સિકંદર અને પોરસ વચ્ચે લડાઈ થઈ હતી. તક્ષશિલાના રાજાએ સિકંદરની સામે હાર માની ગયો હતો અને સિકંદરને પોરસ ઉપર આક્રમણ કરવાનુ કહ્યું. તે ઈચ્છતો હતો કે, તેના રાજ્યનો વિસ્તાર થાય. પોરસે એવી લડાઈ લડી કે સિકંદર હેરાનપરેશાન થઈ ગયો. જોકે, તેને પરાજય મળ્યો,પણ સિકંદરની સેનાને પણ નુક્શાન પહોંચ્યુ. 50 હજારની સિકંદરની સેનાનો પોરસના 20 હજાર સૈનિકોએ સામનો કર્યો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર