Home /News /entertainment /

Video : સપના ચૌધરીએ શ્રાવણ પહેલા 'Bhole Ka Swag'થી મચાવી ધૂમ

Video : સપના ચૌધરીએ શ્રાવણ પહેલા 'Bhole Ka Swag'થી મચાવી ધૂમ

વીડિયોમાંથી લીધેલી તસવીર

હરિયાણાની પ્રસિદ્ધ ડાન્સર સપાના ચૌધરીએ એક ગીત રીલિઝ કર્યું છે. જેમાં કાવડિયાઓ માટે દમદાર 'ભોલે કા સ્વેગ' નામનું ગીત તૈયાર કર્યું છે.

    ન્યૂઝ18 ગુજરાતી :  શ્રાવણ મહિનો શરૂ થવામાં થોડા દિવસો બાકી છે. શ્રાવણ મહિનો આવતાની સાથે આખા વાતાવરણમાં બમ બમ બોલે, હર હર મહાદેવનો નાદ ગૂંજવા લાગશે. ત્યારે હરિયાણાની પ્રસિદ્ધ ડાન્સર સપાના ચૌધરીએ એક ગીત રીલિઝ કર્યું છે. જેમાં કાવડિયાઓ માટે દમદાર 'ભોલે કા સ્વેગ' નામનું ગીત તૈયાર કર્યું છે.

    આ ગીતમાં સપના ચૌધરીનો લૂક અને અંદાજ તેના બીજા ગીતો કરતા એકદમ અલગ લાગી રહ્યો છે. આ ગીતને બે કલાકમાં જ વીસ હજારથી વધારે લોકોએ જોઇ લીધું છે. આ ગીતમાં તેણે ગોલ્ડન અને બ્લેક ડ્રેસ પહેર્યો છે.




    થોડા સમય પહેલા જ તેનાં એક ગીતને 10 કરોડથી વધારે લોકોએ જોયું હતું. થોડા સમય પહેલા સપના ચૌધરી સ્ટેજ પર ડાંસ કરી રહી હતી ત્યારે એક નાનકડી છોકરીએ આવી તેની સાથે ડાંસ કરવા લાગી. આ બાળકીએ એવો ડાંસ કર્યો કે સપના ચૌધરી પણ બોલી ઉઠી કે અરે વાહ. સપના ચૌધરી પોતાનું ખુબજ લોકપ્રિય સોંગ તૂ ઈગ્લીંશ મીડિયમ પઢી હુઈ પર ઠુમકે લગાવી રહી હતી. આ વીડિયો યૂટ્યુબ પર ઘણો જ વાયરલ થયો આ સોંગને 10 કરોડથી વધારે વાર જોવામાં આવ્યું હતું. સપના ચૌધરીનો આ વીડિયો યૂટ્યુબ પર TOP TRENDમાં આવી ગયો હતો.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Sapna chaudhary, વાયરલ વીડિયો

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन