સપના ચૌધરીના આ ડાન્સના દિવાના થયા લોકો, 25 કરોડ વખત જોવાયો વીડિયો

સપના ચૌધરી.

લૉકડાઉનમાં સપના ચૌધરી (Sapna Chaudhary)ના ડાન્સ વીડિયો યૂ-ટ્યુબ પર ખૂબ સર્ચ કરવામાં આવ્યા છે.

 • Share this:
  Sapna Chaudhary Dance Video Viral: હરિયાણાની ડાન્સ ક્વિન સપના ચૌધરીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને આજકાલ ખૂબ જોવામાં આવી રહ્યો છે. પોતાના દેશી અંદાજથી લોકોના દિલ પર રાજ કરનારી સપના ચૌધરીનો આ વીડિયોને 25 કરોડથી વધારે વ્યૂઝ મળ્યાં છે.

  લૉકડાઉનમાં સપના ચૌધરી (Sapna Chaudhary)ના ડાન્સ વીડિયો યૂ-ટ્યુબ પર ખૂબ સર્ચ કરવામાં આવ્યા છે. આ દરમિયાન સપનાનું ગીત 'તૂ ચીજ લાજવાલ' (Tu Cheej Lajawab) સોશિયલ મીડિયા પર આગ લગાડી રહ્યું છે. આ ગીત રાજૂ પંજાબીએ ગાયું છે, ગીતને એન્ડી દહિયાએ લખ્યું છે.

  હરિયાણાના એક ઓર્કેસ્ટ્રા ટીમ સાથે કરિયર શરૂ કરનારી સપના ચૌધરી આજે કરોડો લોકોના દિલ પર રાજ કરે છે. આ જ કારણ છે કે તેના ગીત રિલીઝ થતાની સાથે જ ટ્રેન્ડ થવા લાગે છે. આ ગીત સોનેટેક યૂ-ટ્યુબ ચેનલે રિલીઝ કર્યું છે. આ ગીતને પ્રસિદ્ધિને જોતા તેના બે વર્ઝન લોંચ કરવામાં આવ્યા છે.

  'બિગ બોસ'નો હિસ્સો રહી ચુકેલી સપના ચૌધરી ગીતના એક વર્ઝનમાં સ્ટેજ પર પરફોર્મ કરતી નજરે પડે છે. તેના દેશી ઠુમકાથી દર્શકો પણ ડોલી રહ્યા છે.

  ગીતના બીજા વર્ઝનને એક આલબમ તરીકે રજૂ કરવામાં આવ્યું છે. બંને વર્ઝન દર્શકોને ખૂબ પસંદ પડી રહ્યા છે.

  Published by:Vinod Zankhaliya
  First published: