લગ્નના જોડામાં હતી સપના, ભાઈની શહીદીના આવ્યા સમાચાર! VIDEO VIRAL

News18 Gujarati
Updated: August 19, 2018, 2:19 PM IST
લગ્નના જોડામાં હતી સપના, ભાઈની શહીદીના આવ્યા સમાચાર! VIDEO VIRAL
સપના ચૌધરી

આ વીડિયો સીમા પર શહીદ થતા જવાનોને સમર્પિત કરતા બનાવવામાં આવ્યો છે. સપનાનો આ વીડિયો ખુબ ભાવુક કરી દે તેવો છે.

  • Share this:
સપના ચૌધરી છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયામાં છવાઈ ગઈ છે. તેમના તમામ વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યા છે. એવામાં હાલમાં જ રિલીઝ થયું ગીત 'વિદાય', જે વિદાય નામના આલ્બમનું ટાઈટલ સોન્ગ છે, સોશિયલ મીડિયા પર ઘણું વાયરલ થઈ રહ્યું છે. યૂ-ટ્યૂબ પર પોસ્ટ આ વીડિયો અત્યાર સુધીમાં 9 લાખથી વધારે વખત જોવામાં આવ્યો છે.

સિંગર અને એક્ટર સપના ચૌધરી હરિયાણવી જ નહી, પરંતુ ભોજપુરીથી લઈ પંજાબી ગીતોમાં પણ હાથ અજમાવી ચુકી છે. એટલું જ નહી, તે ટીવી જગતમાં સલમાન ખાનના શો 'બિગ બોસ'માં આવીને તેણે ધૂમ મચાવી દીધી હતી. એવામાં સોશિયલ મીડિયા પર સપનાનો વધુ એક વીડિયો આવ્યો છે, જે ખુબ જોવામાં આવી રહ્યો છે. આ વીડિયો આલ્બમ વિદાયનું ટાઈટલ ટ્રેક છે. વીડિયોમાં સપના લગ્નના જોડામાં જોવા મળી રહી છે, પરંતુ અચાનક જ તેને પોતાના ભાઈના શહીદ થયાના સમાચાર મળે છે.

આ વીડિયો સીમા પર શહીદ થતા જવાનોને સમર્પિત કરતા બનાવવામાં આવ્યો છે. સપનાનો આ વીડિયો ખુબ ભાવુક કરી દે તેવો છે. આ પહેલા સપનાનો અર્શી ખાન સાથે એક ડોન્સનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયો હતો. આ વીડિયોમાં તે સૌથી વધારે ચર્ચામાં રહેલા ગીત 'તેરી આંખ્યા કા યો કાજલ' પર ડાંસ કરતી જોવા મળી હતી.
First published: August 19, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...