#MeToo : બિગ બોસની Ex-કન્ટેસ્ટન્ટે બિગ બીને કહ્યું, જલ્દી સામે આવશે તમારૂં સત્ય

અમિતાભ બચ્ચનની ફાઇલ તસવીર

હવે બિગ બી પર કેવાં પ્રકારનો મામલો સામે આવે છે અને સપના તેનો ખુલાસો કેવી રીતે કરે છે

  • Share this:
    બોલિવૂડમાં હાલમાં #metoo અભિયાન ખુબજ ધબધબાટી બોલાવી રહ્યું છે જેને કારણે બોલિવૂડનાં નામી સ્ટાર્સ પર યૌન શોષણનાં આરોપો લાગી રહ્યાં છે. આમ તો બોલિવૂડ તરફથી આ અભિયાનને ખુબજ સપોર્ટ મળી રહ્યો છે એવામાં આ અભિયાનમાં બિગ બીનું નામ પણ સામે આવી રહ્યું છે. હાલમાં 11 ઓક્ટોબરનાં રોજ પોતાનાં જન્મ દિવસે અમિતાભ બચ્ચને આ અભિયાન પર પોતાનો મત જણાવ્યો હતો અને MeTooનું સમર્થન કર્યુ હતું તેમજ મહિલાઓને ખુલીને પોતાની વાત સામે લાવવાની વાત કરી હતી.

    અમિતાભ બચ્ચનની આ ટ્વિટને રીટ્વિટ કરતાં પ્રખ્યાત હેર સ્ટાઇલિસ્ટ સપના ભવનાનીએ ટ્વિટરપર દ્વારા લખ્યુ હતું કે, 'આ અત્યાર સુધીનું સૌથી મોટુ જુઠ્ઠુ છે સરની ફિલ્મ પિંક રિલીઝ થઇને જઇ ચૂકી છે. અને હવે આપની એક્ટિવિસ્ટ વાળી ઇમેજ પણ ખુબ જલદી જવાની છે. સત્ય ખુબજ જલદી સામે આવશે. આશા રાખુ કે આપ આપનાં હાથ ચાવી રહ્યાં હશો કારણ કે હવે આપને નખ પણ ઓછા પડશે.'

    બિગ બી અને સપના ભવનાની


    અમિતાભ બચ્ચને MeToo અભિયાન વિશે વાત કરતાં કહ્યું હતું કે, કોઇપણ મહિલાઓ સાથે કોઇપણ પ્રકારની બદતમીજીને સહન કરવી જોઇએ નહીં. આવી ઘટનાઓને તુરંત જ બધાની સામે લાવવાની ખુબજ જરૂર છે. તે બાદ આ વિરુદ્ધ કડક કાર્યવાહી પણ થવી જોઇએ.



    બિગ બીએ આ વાતને તેમનાં ટ્વિટર પર એક ઇન્ટરવ્યું દરમિયાન પોસ્ટ કરી છે. હવે જોવાનું એ રહેશે કે બિગ બી પર આ પ્રાકરનો મામલો સામે આવે છે અને સપના ભવનાની ક્યારે તેનો ખુલાસો કરે છે.
    Published by:Margi Pandya
    First published: